બોલીવૂડની ધક ધક ગર્લ તરીકે માધુરી દીક્ષિત હવે ફિલ્મો ઓછી અને ડિજિટલ માધ્યમને વધારે પસંદ કરી રહી છે. વચ્ચે લાંબો સમય બોલીવૂડમાંથી બ્રેક લીધા પછી છે ફરીથી ફિલ્મોમાં આવી હતી પરંતુ તેને ઇચ્છિત સફળતા મળી નથી. આથી હવે તે ફિલ્મોની સાથે ડિજિટલ પ્લેટફોર્મ પર પોતાનું નસીબ અજમાવી રહી છે. તાજેતરમાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી તેની વેબસિરીઝ ઘણી ચર્ચામાં છે. હવે તે ‘મજામાં’ ફિલ્મમાં ગુજરાતી મહિલાની ભૂમિકામાં ભજવી રહી છે.
આ ફિલ્મમાં માધુરીએ એક યુવકની માતાનો અભિનય કર્યો છે. તેનાં પતિની ભૂમિકામાં ગજરાજ રાવે ભજવી છે. એક સામાન્ય ગુજરાતી પરિવારની મહિલાના પુત્રને એક વિદેશવાસી ભારતીય પરિવારની પુત્રી સાથે પ્રેમ સંબંધ બંધાય છે. સંસ્કાર અને આબરુમાં માનતા યુવતીના માતા-પિતા સામે માધુરીનો આપત્તિજનક એક જુનો વીડિયો સામે આવે છે. જેના કારણે આ પરિવાર તેમની પુત્રીની સગાઈ માધુરીના પુત્ર સાથે કરવાનું રદ્ કરે છે અને માધુરી તેના પરિવાર સામે ઊભી થયેલી મુશ્કેલી દૂર કરવા પ્રયાસ કરે છે. આ ફિલ્મમાં માધુરીની લડાઈની વાત છે. અંતે તો માધુરી એવું તો શું કરશે કે, તેના પુત્રને ગમતી યુવતી સાથે લગ્ન થઈ શકે. આ ફિલ્મનું શૂટિંગ ગુજરાતના અનેક વિસ્તારમાં કરવામાં આવ્યું છે અને આ ફિલ્મમાં એક ગુજરાતી ગરબાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 6 ઓક્ટોબરે ફિલ્મ ‘મજા મા’ સીધી ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ રહી છે અને તેના માટે પ્રાઈમ વીડિયોની પસંદગી કરવામાં આવી છે. જેથી, તે પ્લેટફોર્મની મદદથી આ ફિલ્મ વિશ્વભરના દર્શકો જોઇ શકે.