માધુરી દીક્ષિત તેની નવી વેબસીરિઝના શૂટિંગ માટે તાજેતરમાં ગુજરાતમાં હતી. તેણે અમદાવાદ અને પાવાગઢમાં ફેમિલી ડ્રામા વેબસીરિઝ ‘મેરે પાસ મા હૈ’નું શૂટિંગ કર્યું હતું. તેણે આ અંગે ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે. જેમાં તેની સામે ગુજરાતી વાનગીઓથી ભરેલી થાળી જોવા મળી રહી છે. માધુરીની થાળીમાં ગુજરાતી કઢી, કાલાજાંબુ, બટાકાનું શાક, દાળ, પાતરાં, અથાણું, પૂરી, રોટલી, ત્રિરંગી ઢોકળા, છાશ, દહીં, પાપડ, ઘારી અને અન્ય બે શાક જોવા મળી રહ્યા છે. માધુરીએ આ વીડીયો પોસ્ટ કરતાં જણાવ્યું હતું કે, ફૂડ=પ્રેમ. આ સાથે જ માધુરીએ ગુજરાતી થાળી, જ્યારે ગુજરાતમાં હોય ત્યારે અને પ્રેમ પ્રેમ છે જેવા હેશટેગ વાપર્યા છે.
ઉપરાંત ગુડ ફૂડ ઈઝ ગુડ મૂડ એટલે સારું ભોજન મૂડ સારો બનાવે છે તેમ કહ્યું છે. ખાવાની શોખીન માધુરી દીક્ષિત ‘મારું મન મોહી ગયું’ ગીત પર ડાન્સ કરતી પણ જોવા મળી રહી છે. માધુરીની પોસ્ટ જોતાં લાગી રહ્યું છે કે, વીડીયોમાં જોઈ શકો છો કે માધુરી દીક્ષિત બ્રાઉન રંગની પ્રિન્ટેડ સાડી અને બ્લૂ બ્લાઉઝમાં સુંદર લાગી રહી છે. માધુરી દીક્ષિત સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ રહે છે. ત્યારે પોતાની ડેઈલી લાઈફની ઝલક ફેન્સને બતાવતી રહી છે.
માધુરી ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવાની છે. ‘ફાઈન્ડિંગ અનામિકા’ નામની વેબ સીરીઝમાં માધુરી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સીરીઝની વાર્તા ગ્લોબલ સુપરસ્ટાર, પત્ની અને મા જે અચાનક જ ગાયબ થઈ જાય અને તેની કોઇ માહિતી મળતી નથી. આ સીરીઝમાં માધુરીની સાથે સંજય કપૂર અને માનવ કૌલ પણ કામ કરે છે.