વર્ષો પહેલા ગુમ થયેલી બ્રિટીશ બાળા મેડેલીન મેક્કેન મરણ પામી હોવાનો દાવો કરાઇ રહ્યો છે ત્યારે તેના માતા-પિતા કેટ અને ગેરી મેકકેને જર્મન પોલીસનો તે મરણ પામી હોવાની જાણ કરતો પત્ર હજુ સુધી તેમને મળ્યો ન હોવાનું જણાવ્યું છે. જર્મન પોલીસ દાવો કરે છે કે તેમની પુત્રી મેડલિન મરી ગઈ હોવાના પુરાવા તેમની પાસે છે.
ગઈકાલે રાત્રે, અહેવાલ આવ્યો હતો કે પ્રોસિક્યુટર હંસ ક્રિશ્ચિયન વોલ્ટર્સે તેની હત્યા કરવામાં આવી હતી તેની પુષ્ટિ કરવા કેટ અને ગેરી મેકનને પત્ર લખ્યો છે. પરંતુ તેમણે તે પાછળનું કારણ આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જર્મન ટીમ, સ્કોટલેન્ડ યાર્ડ અને પોર્ટુગલ વચ્ચે માહિતીની આપ-લે કરવામાં આવી છે, પરંતુ સ્વીકાર્યું હતું કે કે દરેક વિગત પૂરી પાડવામાં આવી નથી. મેડલિન મેક્કેન કોપ્સ પાસે જર્મન પીડોફિલ સસ્પેક્ટ સામે ‘નક્કર પુરાવા’ છે એવો દાવો કરાય છે.
એક નિવેદનમાં કેટ અને ગેરી મેક્કેને જણાવ્યું હતું કે “મેડલિન અંગે તાજેતરમાં પોલીસ અપીલ કરવામાં આવી ત્યારથી મીડિયામાં ઘણી ખોટી વાર્તાઓ છપાઇ છે. આનાથી મિત્રો અને પરિવારજનોને બિનજરૂરી ચિંતા થઈ છે અને ફરી એકવાર અમારા જીવનમાં ખલેલ પડી છે.’’
જર્મન તપાસકર્તાઓને શંકા છે કે શંકાસ્પદ 43 વર્ષીય ક્રિશ્ચિયન બ્રુકનેરે મે 2007માં પ્રેયા ડા લુઝના પોર્ટુગીઝ રિસોર્ટમાંથી હોલીડે એપાર્ટમેન્ટમાંથી મેડલીનનું અપહરણ કર્યા પછી તેની હત્યા કરી હતી. બ્રુકનેર, ડ્રગના આરોપ માટે જર્મનીની જેલમાં છે અને પ્રેયા દા લુઝ ખાતે 2005માં 72 વર્ષીય મહિલા પર બળાત્કાર કરવા બદલ દોષીત ઠેરવવા સામે અપીલ કરી રહ્યો છે.