REUTERS/Amit Dave

ભારતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે દેશમાં ઓક્સિજન, બેડ, દવાઓ અને મેડકિલ સામગ્રીઓની અછત ઊભી થતાં સરકારે અન્ય દેશો પાસે મદદ માંગી હતી.

મા કૃપા ફાઉન્ડેશન પ્રમુખ જયંતીભાઈ ખગરામે જણાવ્યું હતું કે ‘’ભારતમાં આવી પડેલી તકલીફને પગલે લંડનમાં વસતા ગુજરાતી ભાઈઓ દ્વારા ઊભી કરાયેલી સેવાભાવી સંસ્થા મા કૃપા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા 200 ઓક્સિજન કિટ કોઈ પણ ચાર્જ લીધા ભારત સરકારને મોકલવાની બાંયધરી આપવામાં આવી છે. આ માટે £170,000નું લક્ષ્યાંક રાખવામાં આવ્યું હતું જે પૈકી £110,000 એકત્ર થઇ ચૂક્યા છે. જે પૈકીની અડધી ઓક્સિજન કિટો ભારત રવાના કરવામાં આવી છે. જ્યારે બાકી રહેલી કિટ મે મહિનાના અંત સુધીમાં ભારત ખાતે રવાના કરાશે.’’

સંસ્થાના ટ્રસ્ટી રમેશ પોપટ, અશોકભાઈ ડાલીયા, રશ્મીભાઈ શાહ, પ્રભુદાસ મોદી તથા બાબુભાઈ કટારીયાએ આ માટે ઘણી મહેનત કરી ડોનેશન મેળવ્યું હતું. જો તમે પણ ડોનેશન આપવા માંગતા હો તો સંસ્થાના બેન્ક ઓફ બરોડાના એકાઉન્ટ નં. 9100 3563 – સોર્ટ કોડ 60-93-74માં ડોનેશન જમા કરાવી શકો છો.

સંપર્ક: જયંતીભાઈ ખગરામ  020 8907 0028.