ગેરેજ બનાવવાની પરવાનગી મળી હોવા છતાય પોતાના ઘરના ડ્રાઇવવે પર પરવાનગી વિના બે માળનું મકાન બનાવી દેનાર મિસ્ટર એમ સિંઘને કાઉન્સિલની પ્લાનીંગ ટીમ સાથે તકરારો થયા બાદ ઘર તોડવું પડ્યું હતું.
મિસ્ટર એમ સિંઘને 2019માં બર્મિંગહામના હાઈગેટમાં તેમના ઘરની બાજુમાં એક માળનું ગેરેજ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ પ્લાનીંગ ટીમે માર્ચ 2022માં સ્થળની મુલાકાત લેતા તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. મિસ્ટર સિંઘે દાવો કર્યો હતો કે મૂળ ડિઝાઇન અને તૈયાર ઇમારત વચ્ચે માત્ર “નાના તફાવતો” હતા. મળેલી મંજૂરી કરતા તે ઘર મોટું અને વધુ ઉંચાઇ ધરાવતું બનાવવામાં આવ્યું હતું.
સિંઘ પરિવારે દાવો કર્યો હતો કે તેઓ મિલકતનો જિમ તરીકે ઉપયોગ કરી રહ્યાં છે. પણ અપીલમાં હાર થયા બાદ તેમને જુલાઈ 2022 સુધીમાં મકાનને તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો.