(Photo by Leon Neal/Getty Images)

યુકેમાં £1 બિલિયનથી વધુની કિંમતની ડેટોના અને GMT-માસ્ટર II જેવા રોલેક્સ વોચની ચોરીઓ થઇ ચૂકી છે. વૈશ્વિક ગુના નિવારણના ડેટાબેઝ – વોચ રજિસ્ટર દ્વારા 44 ટકા એટલે કે કુલ 78,000થી વધુ વૈભવી ઘડિયાળોની ચોરી થઇ હોવાનું નોંધવામાં આવ્યું છે. જેમાંથી 6,815 નોંધણી તો પાછલા વર્ષમાં ઉમેરવામાં આવી છે. છેલ્લા એક વર્ષમાં લંડન અને હોમ કાઉન્ટીઓમાં લૂંટફાટ અને સ્મેશ-એન્ડ-ગ્રૅબ લુંટમાં રોલેક્સ ઘડિયાળો જવાબદાર છે. જેની લુંટારાઓ માત્ર 60 સેકન્ડમાં લુટ ચલાવી ભાગી છૂટે છે.

વોચ રજિસ્ટરમાં ચોરાયેલી કે ગુમ થયેલી ડેટોના, જીએમટી અને ઓયસ્ટર પરપેચ્યુઅલ જેવા મોડલ સહિત રોલેક્સની નોંધણીની ટકાવારી 44 ટકા છે. સ્વિસ બ્રાન્ડ્સ ઓમેગા અને બ્રેઇટલિંગ અનુક્રમે 7 ટકા અને 6 ટકા સાથે ટોચના ત્રણમાં સ્થાન મેળવે છે. તેમાંથી 90 ટકા લક્ઝરી ઘડિયાળો પુરુષોના મોડલની છે. તેની ઊંચી કિંમત ગેંગ માટે આકર્ષક બને છે. ચોરાયેલી ઘડિયાળોમાંથી 35 ટકા છ મહિનામાં અને 50 ટકા એક વર્ષમાં મળી આવે છે.

LEAVE A REPLY