ફ્લાઇટની સંખ્યાના મુદ્દે ભારત સરકાર સાથે વિવાદને પગલે જર્મનીની એરલાઇન લુફથાન્સાએ 30 સપ્ટેમ્બરથી 20 ઓક્ટોબર વચ્ચેની ભારત આવતી તમામ ફ્લાઇટ રદ કરી દીધી છે.
દર અઠવાડિયે મર્યાદિત ફ્લાઇટ્સની પરવાનગી આપવાના ડાયરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિયેશન (DGCA)ના નિર્ણયના વિરોધમાં જર્મનીની સૌથી મોટી એરલાઇન્સે 20 ઓક્ટોબર સુધી ભારત તરફ આવતી પોતાની તમામ ફ્લાઇટ્સ રદ કરવાની જાહેરાત કરી હતી. નહીં કરે.
લુફ્થાન્સાએ પોતાના નિર્ણયના બચાવમાં કહ્યું હતું કે અમારા ઓક્ટોબર સુધીના ફ્લાઇટ્સ પ્લાનને ભારતીય ઑથોરિટીએ બહાલ રાખવાની ના પાડતાં અમારે આ નિર્ણય લેવો પડ્યો હતો. તેણે એવો પણ દાવો કર્યો હતો કે જર્મનીએ કરેલા ટેમ્પરરરી ટ્રાવેલ એગ્રીમેન્ટ વિશે વાતચીત કરવાની કરેલી ઓફરનો જવાબ પણ ભારતે હજુ સુધી આપ્યો નથી.
કોરોના વાઇરસને કારણે આ વર્ષના માર્ચની 23મીથી ભારતે તમામ આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સ રદ કરી હતી. જો કે જર્મની સહિત 13 દેશો જોડે એર બબલ વ્યવસ્થા દ્વારા ફ્લાઇટ્સને મંજૂરી આપવામાં આવી હતી. ભારતીય પ્રવક્તાએ જણાવ્યા મુજબ કોરોના મહામારીના પગલે ભારત અને જર્મની વચ્ચે એર બબલ એગ્રીમેન્ટ થયું હતું જેમાં બંને દેશના નાગરિકોને એકબીજાને ત્યાં આવવા જવાની પરવાનગી આપવામાં આવી હતી.
ડાયરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિયેશનના પ્રવક્તાએ કહ્યું હતું કે લુફ્થાન્સા દર સપ્તાહે 20 ફ્લાઇટ્સનો વ્યવહાર કરે છે જ્યારે ભારતીય એરલાઇન્સ સપ્તાહે ત્રણ કે ચાર ફ્લાઇટ્સ ઊડાવે છે. આમ છતાં અમે લુફ્થાન્સાને અઠવાડિયે સાત ફ્લાઇટ્સની મંજૂરી આપી હતી. તેમને આ પ્રસ્તાવ સ્વીકાર્ય નથી.