ભારતની અગ્રણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લાર્સન એન્ડ ટુબ્રો (L&T)ને સાઉદી અરેબિયામાં 300 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ મળ્યો છે. મસદાર, ઇડીએફ રિન્યુએબલ્સ અને નેસ્મા કંપનીના કોન્સોર્ટિયમ પાસેથી આ એન્જિનિયરિંગ, પ્રોક્યુરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (ઇપીએસ) ઓર્ડર મળ્યો છે, એમ કંપનીએ મંગળવારે જણાવ્યું હતું.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે એલ એન્ડ પાવર ટ્રાન્સમિશન બિઝનેસના રિન્યુએબલ એકમને સાઉદી અરેબિયામાં 300 મેગાવોટના જેદ્દાહ સોલાર પીવી પાવર પ્લાન્ટના નિર્માણ માટે મંજૂરી મળી છે.
એલ એન્ડ ટીના હોસટાઇમ ડિરેક્ટર અને સિનિયર એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ (યુટિલિટી) ટી માધવ દાસે જણાવ્યું હતું કે સાઉદી અરેબિયાના નેશનલ રિન્યુએબલ એનર્જી પ્રોગ્રામ (NREP) હેઠળના અગ્રણી સોલાર પ્રોજેક્ટ્સમાં ભાગીદારીથી અમને આભારી અને ખુશ છીએ. સાઉદી અરેબિયામાં એલ એન્ડ ટીને તાજેતરમાં 1.5 ગિગાવોટનો એક સોલાર પ્રોજેક્ટ્સ મળ્યો હતો.