પ્રતિકાત્મક તસવીર (istockphoto)

રોગચાળા પછી આવેલી બાળકોના જન્મની તેજી બાદ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં બાળકોના જન્મની સંખ્યા 2002 પછી તેના સૌથી નીચા સ્તરે આવી ગઈ છે. પણ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ભારતીય મહિલાઓ જન્મ આપવામાં મોખરે રહી છે અને તેમણે રોમાનિયનોને પાછળ છોડી દીધી હતી. અફઘાનિસ્તાન પ્રથમ વખત ટોપ ટેનમાં રહ્યું હતું. યુકેની બહાર જન્મેલા પિતા માટે પાકિસ્તાન સૌથી મોટો દેશ બન્યો હતો.

2011થી બાળકોના જન્મની સંખ્યા લગભગ સતત ઘટી રહી છે. વર્ષ 2021માં રોગચાળાના નિયંત્રણોના કારણે થોડો વધારો થયો હતો. અગાઉના વર્ષના બાળકોના જન્મની સંખ્યા 624,828થી ઘટીને આ વર્ષે 605,479 બાળકોના જન્મ થયા હતા.

યુકેની બહાર જન્મેલી માતાઓ દ્વારા જન્મેલા બાળકોનું પ્રમાણ 30.3 ટકા હતું. જે પ્રમાણ 2021માં 28.8 ટકા હતું.  2011 અને 2019 વચ્ચે દર વર્ષે જન્મેલા બાળકોની સંખ્યા કરતાં યુકેની બહારની માતાઓ દ્વારા જન્મ આપેલા બાળકોની કુલ સંખ્યા ઓછી હતી.

“ફીલ-ગુડ ફેક્ટર” લોકોને કુટુંબ શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. ઓછો વેતન વધારો, વધેલી આર્થિક અનિશ્ચિતતા, ઓછા પૈસા, ઘરની કિંમતો અને ભાડામાં વધારો લોકોને બાળકોને જન્મ આપતા રોકે છે. પરંતુ અન્ય અહેવાલ મુજબ ભારતીયોને આ તકલીફ પડતી નથી જેને કારણે ભારતીય મહિલાઓ બાળકોને જન્મ આપવામાં ટોચ પર રહી છે.

LEAVE A REPLY