આઝાદી પછી ભારતે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મુખ્ય ખેલાડી બનવાની સાથે સાથે ક્લાયમેટ ચેન્જથી લઈને લોકોને ગરીબીમાંથી બહાર કાઢવા સુધીના વિવિધ મુદ્દાઓને હલ કરવા તથા વૈશ્વિક ચર્ચાઓનો ભાગ બનવા માટે ઘણી પ્રગતિ કરી છે. દેશની લગભગ અડધી વસ્તી 26 વર્ષથી ઓછી વયની હોવાથી, મોટા ભાગના ફેરફારો છેલ્લા દાયકામાં થયા છે જેમાં લાખો લોકો અત્યંત ગરીબીમાંથી બહાર આવ્યા છે અને દેશનો મોટો હિસ્સો કોઈપણ સમસ્યા વિના ટેકનોલોજી અપનાવી રહ્યો છે. આનાથી ભારત અને ખાસ કરીને ભારતીયો, વિશ્વભરના ટેક ઉદ્યોગમાં અગ્રણી બન્યા છે. જેમાં મોટી સંખ્યામાં ભારતીયોનો સમાવેશ થાય છે જેઓ સિલિકોન વેલીની કંપનીઓ માટે કામ કરે છે.
શ્રી મોદીની ચૂંટણીએ ભારતની મુત્સદ્દીગીરીમાં નોંધપાત્ર પરિવર્તન જોયું છે, 70થી વધુ આંતરરાષ્ટ્રીય મુલાકાતો સાથે, મોદીએ ભારતની પ્રતિષ્ઠાને મજબૂત બનાવવામાં મદદ કરી છે અને વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે લોકતાંત્રિક મૂલ્યો માટે લડવામાં અને તેને વિશ્વભરમાં ઉજવવામાં આવે તે સુનિશ્ચિત કરવામાં નિર્ણાયક ભાગ ભજવ્યો છે. તેમના વિદેશ પ્રવાસોએ ભારતીયોને અન્ય દેશોમાં રહેવા અને કામ કરવા માટે તથી ટ્રેડ ડીલ્સ અને વધુ તકો ઉભી કરવામાં પણ મદદ કરી છે. ભારત 2050 સુધીમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારી સાથે, યુકે સહિત ઘણા દેશો સાથે ટ્રેડ ડીલ કરવા આતુર છે. યુકે-ભારત ટ્રેડ ડીલ પર હાલમાં વાટાઘાટો ચાલી રહી છે અને દિવાળી સુધીમાં રેકોર્ડ સમયમાં કરાર પર હસ્તાક્ષર કરવાની યોજના છે.
યુકેમાં વસતા મોટા ડાયસ્પોરા દ્વારા પણ યુકે અને ભારત વચ્ચેના સંબંધો મજબૂત બન્યા છે. ભારતીયોએ યુકેમાં ઘણું યોગદાન આપ્યું છે જેમાં ભારતીય પૃષ્ઠભૂમિના ઘણા લોકો યુકેની સમૃદ્ધ યાદીમાં સામેલ છે. ભારતીયો પણ રાજકારણમાં અને સિવિક સોસાયટીમાં એ હદે જોડાયા છે કે આગામી વડાપ્રધાન બનવાના ઉમેદવારોમાંથી એક ભારતીય મૂળના છે.
‘આઝાદી કા અમૃત મોહોત્સવ’ એ 75મી વર્ષગાંઠની ઉજવણીનો એક મહત્વપૂર્ણ ભાગ છે કારણ કે તે ભારતની સમૃદ્ધ સંસ્કૃતિને પ્રકાશિત કરવા, તેની સિદ્ધિઓની ઉજવણી કરવા અને ભારતના વિકાસમાં તેના નાગરિકોના યોગદાનને સ્વીકારવા માંગે છે. યુકેમાં રહેતા ભારતીયો માટે, તેમની સંસ્કૃતિ તેમજ તેઓનું ભારત સાથેના જોડાણની ઉજવણી કરવાની તક છે, પછી ભલે તે કુટુંબ દ્વારા હોય કે સહિયારા ઇતિહાસ દ્વારા હોય. તે તેમને, તેમના પરિવાર અથવા તેઓ અત્યારે જ્યાં છે ત્યાં સુધી પહોંચવા માટે તેમણે પોતે કરેલી મુસાફરી પર વિચાર કરવાની તક પણ આપે છે.
- લોર્ડ ડોલર પોપટ, રવાન્ડા, યુગાન્ડા અને કોંગો માટે વડાપ્રધાનના ટ્રેડ એન્વોય.