યુગાન્ડન એશિયનના યુકેના આગમનના 50 વર્ષની ઉજવણી પ્રસંગે હાઉસ ઓફ લોર્ડ્ઝમાં યોજાયેલ એક ચર્ચામાં લોર્ડ નવનીત ધોળકિયાએ યુકેના વડા પ્રધાન તરીકે ચૂંટાયેલા પ્રથમ ‘ભારતીય મૂળના વ્યક્તિ’, ઋષિ સુનકના વિશાળ ઐતિહાસિક મહત્વનો ઉલ્લેખ કરી યુગાન્ડન એશિયન સહિત ‘બ્રિટનમાં ભારતીય સમુદાયના મહાન યોગદાન’ની સરાહના કરી હતી.
ચર્ચાની શરૂઆત કરવા બદલ લોર્ડ પોપટનો આભાર માની લોર્ડ ધોળકિયાએએ દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. સિટી હિન્દુઝ નેટવર્કના ચેરમેન અલ્પેશ પટેલને પુનરોચ્ચાર કરતા, લોર્ડ ધોળકિયાએ કહ્યું હતું કે ‘બ્રિટિશ ભારતીય ડાયસ્પોરા આ દેશના સૌથી મોટા સ્થળાંતર કરનાર સમુદાયોમાંનો એક છે, જેની સંખ્યા હાલમાં 1.5 મિલિયનથી વધુ છે. પ્રભાવશાળી રીતે ઘણાં બ્રિટિશ ભારતીયોએ હોસ્પિટાલિટી, એનર્જી, હેલ્થકેર, એન્જિનિયરિંગ અને પ્રોપર્ટી સહિતના ક્ષેત્રોમાં બિઝનેસીસ શરૂ કરીને તેમના સ્થાનિક સમુદાયો અને રાષ્ટ્રીય અર્થતંત્રમાં યોગદાન આપ્યું છે.’’
સ્કિલ ગેપ ‘બ્રિટન ફેસ’ સાથે જોડીને, લોર્ડ ધોળકિયાએ 2020ના હોમ ઓફિસના આંકડા ટાંકીને જણાવ્યું હતું કે ‘’બ્રિટિશ ભારતીયોની માલિકીના 654 બિઝનેસીસનું વાર્ષિક £36.84 બિલિયનનું વાર્ષિક ટર્નઓવર જનરેટ કર્યું હતું અને કોર્પોરેશન ટેક્સમાં £1 બિલિયન આપ્યા હતા તો બ્રિટિશ ભારતીયોની માલિકીના ટોચના પાંચ બિઝનેસીસે યુકેમાં 100,000 નોકરીઓનું સર્જન કર્યું છે.’’
ટાન્ઝાનિયામાં જન્મેલા લોર્ડ ધોળકિયાએ ઈદી અમીને હજારો એશિયનોને યુગાન્ડા છોડવા માટે મજબૂર કરાયા તેનો ઇતિહાસ, તેમની પીડા, ડર, તકલીફો અને સફળતાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કઇ રીતે ગૃહમાં તેમના ‘પ્રારંભિક દિવસો’ દરમિયાન, તે સમયના હોમ સેક્રેટરી લોર્ડ કારને મળ્યા અને તેમણે કેવી રીતે કેબિનેટની બેઠકમાં પાંચ મિનિટથી પણ ઓછા સમયમાં યુગાન્ડન એશિયનોનો યુકેમાં પ્રવેશ અપાયો તેની વાતો કહી હતી.
લોર્ડ ધોળકિયાએ કોમનવેલ્થ નાગરિકોને મદદની પ્રતિબદ્ધતાની મજબૂત ભાવનાનું વર્ણન કરી આજે ટોરી પાર્ટીમાં આ કક્ષાના લોકો ક્યાં છે તેવો વેધક પ્રશ્ન કર્યો હતો અને અસાયલમ અને ઇમિગ્રેશનની જટિલ બાબતોને હેતુપૂર્ણ રીતે હેન્ડલ કરવા વિશે સુએલા બ્રેવરમેન સાથે ખુલ્લી વાત કરવી જોઈએ તેમ જણાવ્યું હતું.
લોર્ડ ધોળકિયાએ ‘સમાધાનની પ્રક્રિયામાં મદદ કરવા માટે ઘણો સમય આપનાર; ખાસ કરીને, સર પીટર બોટમલી અને બેરોનેસ લેડી બોટમલીનો વિશેષ ઉલ્લેખ કરી હજારો વોલંટીયર્સને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.