ખાસ કરીને આ મુશ્કેલ સમયમાં, વિશ્વના કેટલાક ભાગોમાં લોકશાહીને લશ્કરી બળ દ્વારા પડકારવામાં આવે છે ત્યારે યુકેના તાઈવાન સાથેના હાલના સ્થિર અને મજબૂત સંબંધોની નોંધ લેતા, લોર્ડ ધોળકિયાએ તાઇવાનમાં લોકશાહીને સમર્થન આપવા અંગેની ચર્ચામાં ભાગ લેતા ભારપૂર્વક જણાવ્યું હતું કે “તાઈવાન અને ચીન વચ્ચે આવેલ સામુદ્રધુનીમાં શાંતિ અને સ્થિરતાની જાળવણી સુનિશ્ચિત કરવી આપણા હિતમાં છે.”
તેના મહત્વ પર ભાર મૂકતાં લોર્ડ ધોળકિયાએ ચીનને “તાઈવાન સામેની તેની જબરદસ્તીનો અંત લાવવા હાકલ કરી હતી.
તાઈવાનની રાજધાની તાઈપેઈથી 100 માઈલ દૂર સમુદ્રમાંથી રીકવર કરાયેલી જમીન પર ચીન દ્વારા પ્રસ્તાવિત સિવિલ એરપોર્ટને લઈને પ્રદેશમાં અસ્વસ્થતાથી વાકેફ, લોર્ડ ધોળકિયાએ જણાવ્યું હતું કે, “લોકશાહી રાષ્ટ્રો અને સાઉથ ચાઇના સીની નજીકના દેશોએ બેઝના નિર્માણ વિશે ચિંતિત થવું જોઈએ. જો તે પ્રોજેક્ટ આગળ વધશે તો તે આ પ્રદેશમાં “શાંતિ અને સ્થિરતાને અસર કરી શકે છે, ખાસ કરીને ત્યાંની નેવિગેશન સુવિધાઓને અસર થશે. વારંવારનું તાઇવાનની હવાઈ ક્ષેત્ર પર આક્રમણ અસ્વીકાર્ય છે.”
લોર્ડ ધોળકિયાએ પોતાની દરિયાકાંઠાના પ્રદેશોની મુલાકાત અને તાઈવાન તરફની મિસાઈલો જોઈને ચોંકી ગયા હોવાનું વર્ણન કર્યું હતું.
લોર્ડ ધોળકિયાએ ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ ઓફિસમાં દક્ષિણ એશિયાના મંત્રી લોર્ડ અહેમદને વિનંતી કરી હતી. લોર્ડ ધોળકિયાએ કહ્યું હતું કે “તાઇવાન મૃત્યુદંડ નાબૂદી તરફ કામ કરી રહ્યું છે. તાઈવાન હવે આ અંગે ખૂબ જ અદ્યતન તબક્કામાં છે”.