લોર્ડ નવનીત ધોળકિયાએ હાઉસ ઓફ લોર્ડ્સ ખાતે કોરોનાવાયરસ ટાયર વન રેગ્યુલેશન્સ પર ચર્ચા દરમિયાન આપેલા પ્રવચનમાં કપરી પરિસ્થિતી દરમિયાન ગ્રામિણ સમુદાયમાં સ્થાનિક લોકો દ્વારા સુધારો થાય તે માટે કરવામાં આવેલા પ્રયાસોની સરાહના કરી હતી.
લોર્ડ ધોળકિયાએ દુ:ખ સાથે જણાવ્યું હતું કે ‘’વાસ્તવિકતા એ છે કે કોવિડના કેસોની સંખ્યા છેલ્લા ત્રણ અઠવાડિયામાં ચાર ગણી વધી ગઈ છે, અને હવે કોવિડ સાથે હોસ્પિટલોમાં સારવાર લેતા લોકોની સંખ્યા 23 માર્ચે લોકડાઉન વખતે હતી તે કરતાં વધારે છે અને મૃત્યુ પહેલાથી વધી રહ્યા છે. રસી એક દૂરનું ભવિષ્ય બની ગયું છે, અને વાસ્તવિકતાને સ્વીકારવી પડશે, વાયરસ અહીં થોડો સમય માટે રહેવાનો છે’’.
લોર્ડ ધોળકિયાએ તેમની ચિંતાઓને દર્શાવતા કહ્યું હતું કે, ‘’ટાયર સિસ્ટમ અન્ય ક્ષેત્રના મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં નિષ્ફળ જાય છે. ત્રણેય સ્તરની વચ્ચે સમાનતા એ છે કે કોઈ આ વાયરસના ફેલાવાથી સુરક્ષીત નથી. આપણે ‘માધ્યમ’ ‘તરીકે વર્ગીકૃત કરેલા ક્ષેત્રો પરથી નજર હટાવી શકીએ નહિં. થોડા અઠવાડિયા પહેલા જે વૈજ્ઞાનિક અભિપ્રાય આપવામાં આવ્યો હતો, જેમાં પગલાં લેવાના નિર્ણયની અવગણના કરવામાં આવી હતી તેમ જ સમુદાયો સાથે પરામર્શ મર્યાદિત રખાયો હતો. વળી લીધેલા નિર્ણયોના કોઈપણ પરિણામમાં સ્થાનિક વસ્તી ભાગ્યે જ દર્શાવવામાં આવી છે.’’
પોતાનો મુદ્દો રજૂ કરતા લોર્ડ ધોળકિયાએ પોતે જ્યાં રહેતા હતા તે ગામનું વર્ણન કર્યું હતું જ્યાં એક સ્થાનિક પબ સિવાય કોઇ સુવિધા ન હતી. આવા સંજોગોમાં જો સ્થાનિક લોકોને સુવિધા ઉપલબ્ધ ન હોત તો ગામનું શું થયું હોત! રાત્રે 10 વાગ્યે હોસ્પિટીલીટી બિઝનેસીસ બંધ થાય તેવા સંજોગોમાં ગ્રામીણ વિસ્તારોમાં નાના સ્થળો પર કેવી અસર પડે છે તેની કાળજી લેવી પડશે.’’
લોર્ડ ધોળકિયાએ ધ્યાન દોર્યું હતું કે ‘’આપણે યાદ રાખવું જોઇએ કે વસ્તીએ અત્યાર સુધીની કાર્યવાહી માટે ખૂબ જ ભારે કિંમત ચૂકવી છે. સરકારનો સંદેશ મૂંઝવણજનક છે. સંદેશ સંપૂર્ણ સ્પષ્ટ હોય તો વસ્તી વચન આપશે. સ્થાનિક રેડિયો સ્ટેશન, પ્રાંતિય અખબારો અને એથનિક પેપર્સની સેવા સરાહનીય રહી હતી. તેમણે સ્થાનિક સમુદાયો, કેર હોમ્સ, ધંધા અને હોસ્પિટાલીટી ઉદ્યોગને અસર કરતા મુદ્દાઓને પ્રકાશિત કર્યા હતા જેને કારણે સમુદાયો વધુ સારી રીતે માહિતગાર થાય છે.’’
લોર્ડ ધોળકિયાએ લીમીટેડ એકોમોડેશનમાં રહેતી સિંગલ મધર્સ અને ઘરેલુ હિંસાના ભોગ બનેલા લોકો, નબળા ટેસ્ટ એન્ડ ટ્રેસ અને બીજા ઘણા પરિબળોના રજૂઆત કરી તે તમામ મોરચે કાર્યવાહી કરવી જરૂરી છે તેમ જણાવ્યું હતું. તેમણે સમુદાયને યોગદાન આપવામાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ એવોર્ડ મેળવનારની સરાહના કરી હતી.