પાકિસ્તાની મૂળના અને ભારત વિરોધી પ્રવૃત્તી માટે જાણીતા લોર્ડ અહમદે તા. 14 નવેમ્બરના રોજ હાઉસ ઑફ લોર્ડ્સમાંથી રાજીનામું આપ્યું હતું, પરંતુ તે અહેવાલ, જેને હાઉસ ઓફ લૉર્ડ્ઝ કંડક્ટ કમીટી દ્વારા સંમતિ આપવામાં આવી હતી અને લોર્ડ અહેમદ દ્વારા પણ તેને જોવામાં આવ્યો હતો તેને આજે પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જેમાં ભલામણ કરવામાં આવી હતી કે લોર્ડ અહમદને દૂર કરવા જોઈએ.
લોર્ડ અહેમદની અપીલ બાદ કમિટીએ ઇન્ડીપેન્ડન્ટ હાઉસ ઑફ લોર્ડ્સ કમિશ્નર ફોર સ્ટાન્ડર્ડ્સના તારણોને સમર્થન આપ્યું હતું કે લોર્ડ અહેમદ તેમની સંસદીય પ્રવૃત્તિઓ કરવામાં અને તેમના અંગત સન્માન પર કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યા હતા અને ગૃહના સભ્ય તરીકે જાહેર જનતાની મદદ કરવા માટે તેમનો હોદ્દો વાપરવાની સંમતિ આપીને આચારસંહિતાનો ભંગ કર્યો છે. પરંતુ તે પછી ફરીયાદી પર જાતીય હુમલો કરવો, ફેઇથ હીલર દ્વારા શોષણ કરવા અંગે મેટ્રોપોલિટન પોલીસને ફરિયાદ કરવામાં મદદ કરવાના તેમના ઇરાદા વિશે ફરિયાદી સમક્ષ જૂઠું બોલવા, ફરિયાદી સંવેદનશીલ હોવાનું જાણ્યા હોવા છતાં તેનું ભાવનાત્મક અને જાતીયરૂપે શોષણ કરાયુ છે.
લોર્ડ મેન્સની અધ્યક્ષતામાં અને ચાર બહારના સભ્યોનો સમાવેશ કરનાર કન્ડક્ટ કમીટીએ લોર્ડ એહમદની આચારસંહિતાના ભંગ અને ગૃહમાંથી હાંકી કાઢવાની ભલામણ સામેની અપીલ ફગાવી દીધી છે.
આ રિપોર્ટ હવે 19 નવેમ્બરના રોજ ગૃહની મંજૂરી માટે ગૃહમાં મૂકવો પડશે. આ પ્રકારના અહેવાલો માટે નવા સ્થાયી હુકમોને અનુરૂપ રિપોર્ટ પર ચર્ચા કરવામાં આવશે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે લોર્ડ નજીર અહેમદને 2009માં અવિચારી ડ્રાઇવિંગ અકસ્માત માટે દોષી ઠેરવવામાં આવ્યા હતા અને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. નજીર અહેમદે તેની જગુઆર કાર ચલાવતી વખતે ટેક્સ્ટ સંદેશાઓ મોકલ્યા હતા, જેના કારણે એમ-વન મોટરવે પર ઉભી રહેલી કાર સાથે અથડાતા તેના ડ્રાઇવરનું મોત નીપજ્યું હતું.
2013માં, નાઝિર અહેમદે તેમના અકસ્માતને “યહૂદી કાવતરું” ઠેરવ્યું હતું. આ ટિપ્પણીને લીધે લેબર પાર્ટીએ તેમને સસ્પેન્ડ કર્યા હતા; તે વર્ષના અંતે તેમણે પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું.
2019માં, નઝીર અહેમદ પર નિર્બળ મહિલા સાથે સેક્સ કરવાનો અને તેની સ્થિતિનું શોષણ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, એમ બીબીસીએ અહેવાલ આપ્યો હતો. તેની સહાય માંગતી એક મહિલાએ લોર્ડ્સ અહેમદના વર્તન વિશે લોર્ડ્સના કમિશ્નર ફોર સ્ટાન્ડર્ડ્સ સામે ફરિયાદ કરી હતી.
2020માં, નાઝિર અહેમદ અને તેના બે ભાઈઓ પર 1970 ના દાયકામાં સગીર બાળક પર જાતીય હુમલો કરવાનો આરોપ મૂકાયો હતો.