લોનલી પ્લેનેટ નોર્વે એ તમારો એ પાસપોર્ટ છે જે સૌથી વધુ સુસંગત, શું જોવું અને શું ન જોવું અને કયા છુપા સ્થળો તમારી રાહ જોઈ રહ્યા છે તેની અદ્યતન સલાહ આપે છે. લોફોટેન ટાપુઓનું અન્વેષણ હોય કે નોર્ધર્ન લાઇટ્સથી આશ્ચર્ય પામવું હોય કે પછી હર્ટિગ્રુટેન ફેરી લેવી હોય. આ બધાની માહિતી તમારા વિશ્વાસુ પ્રવાસી સાથી સાથે મોજથી માણો. નોર્વેના હૃદય સુધી જાઓ અને તમારી મુસાફરી શરૂ કરો!

લોન્લી પ્લેનેટની નોર્વે ટ્રાવેલ ગાઇડમાં 2020માં COVID-19 ફાટી નીકળ્યો તે પછી પણ જે તે બિઝનેસીસ હજી પણ ખુલ્લા છે તેની અદ્યતન માહિતીનો સમાવેશ કરાયો છે. નોર્વેનો શ્રેષ્ઠ અનુભવ કઇ રીતે કરવો અને તે ક્યાં, કઇ રીતે મેળવવો તેની માહિતી રજૂ કરાઇ છે. આ નવા પુલ-આઉટમાં વાઇ-ફાઇ, એટીએમ અને ટ્રાન્સપોર્ટની માહિતી સાથેનો પાસપોર્ટ-સાઇઝનો ‘જસ્ટ લેન્ડેડ’ કાર્ડ – એરપોર્ટથી હોટલ સુધીની સરળ મુસાફરી માટે તમને મદદરૂપ થાય છે.

જો તમે કુટુંબ સાથે ફરવા આવતા હો તો ક્યાં જવું, પૈસા કેવી રીતે બચાવવા અને બાળકો માટેના મનોરંજક સ્થળો કયા છે તેના માહિતી આપવામાં આવી છે. પુસ્તીકામાં રંગીન નકશાઓ અને તસવીરો રજૂ કરાઇ છે તેમજ તેની હાઇલાઇટ્સ અને આઇટિનરરીઝ તમને તમારી વ્યક્તિગત જરૂરિયાતો અને રુચિ અનુસાર તમારી સફરને અનુરૂપ બનાવવામાં મદદ કરે છે. તથા સમય અને નાણાં બચાવવા અને ભીડ અને મુશ્કેલીના સ્થળોને ટાળીને સ્થાનિક વ્યક્તિની જેમ ફરવા માટે આંતરિક ટિપ્સ આપવામાં આવી છે.

આ પુસ્તિકામાં તમામ બજેટ પ્રમાણે ક્યાં ખાવું, સૂવું, ફરવું, બહાર જવું, ખરીદી કરવી તથા સ્થાનિક ઇતિહાસ, લોકો, સંગીત, લેન્ડસ્કેપ્સ, વન્યજીવન, ભોજન, રાજકારણ વગેરે માહિતી અપાઇ છે.

લેખકો એન્થોની હેમ, ઓલિવર બેરી અને ડોના વ્હીલર દ્વારા લખાયેલું આ પુસ્તક જાણે કે તમારી યાત્રામાં સાથીદારની ગરજ સારે છે.

અગ્રણી ટ્રાવેલ મીડિયા કંપની લોનલી પ્લેનેટ 1973 થી દરેક પ્રકારના પ્રવાસીઓ માટે પ્રેરણાદાયી અને વિશ્વાસપાત્ર માહિતી પૂરી પાડે છે. છેલ્લા ચાર દાયકાઓમાં, અમે 120 ભાષાઓમાં 145 મિલિયનથી વધુ ગાઇડ્સ અને ફ્રેસબુક્સ છાપ્યા છે.

પુસ્તક સમિક્ષા

  • ‘લોનલી પ્લેનેટ માર્ગદર્શિકાઓ, તદ્દન સરળ, અન્ય કોઈની જેમ નથી.’ – ન્યુ યોર્ક ટાઇમ્સ.
  • લોનલી પ્લેનેટ – દરેકની બુકશેલ્ફ, ઇન્ટરનેટ, મોબાઈલ ફોન અને પ્રવાસીના હાથમાં છે. તેણે લોકોની આખી પેઢીઓને જણાવ્યું છે કે કેવી રીતે વિશ્વની મુસાફરી કરવી.’ – ફેરફેક્સ મીડિયા, ઓસ્ટ્રેલિયા.

આ પુસ્તકને 5 માંથી 4.5 સ્ટારનું રેટિંગ મળંલું છે.

Book: Lonely Planet Norway

Author: Anthony Ham, Oliver Berry, Donna Wheeler

Publisher ‏ : ‎ Lonely Planet

Price: £15.99

LEAVE A REPLY