નામ નહિં આપવા માંગતા એક એમપીએ ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે ‘બીબીસીની ડોક્યુમેન્ટરી વડાપ્રધાન મોદી પર એક હેટચેટ જોબ હતી. કાર્યક્રમમાં કંઈ નવું નહોતું, તે સંપૂર્ણપણે એકતરફી હતું અને યુકેમાં એશિયન સમુદાયો વચ્ચેના તણાવના સમયે તેનું પ્રસારણ કરવું તે બીબીસીનું બેજવાબદારીભર્યું હતું.’
‘કાર્યક્રમમાં જણાવાયું હતું કે ગુજરાતમાં રમખાણોને ડામવામાં ત્રણ દિવસનો સમય લાગ્યો હતો. 2011માં જ્યારે લંડન રમખાણો થયા ત્યારે પોલીસને કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં પાંચ દિવસનો સમય લાગ્યો હતો.’