પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

મેયર અને લંડન બરોએ સમગ્ર શહેરમાં ઝડપી બ્રોડબેન્ડ સેવાઓ આપવા બ્રોડબેન્ડ કંપનીઓ સાથે સફળતાપૂર્વક ઝૂંબેશ ચલાવતા લંડનના અડધા ઘરોમાં સંપૂર્ણ ફાઇબર બ્રોડબેન્ડ કનેક્ટિવિટી મળતી થઇ છે. જે 2017માં 4 ટકા હતી.પુસ્તકાલયો, યુથ સેન્ટર્સ, અને હોસ્ટેલ્સ સહિત 700થી વધુ જાહેર ઇમારતોને અપગ્રેડ કરી નવી બંધાતી તમામ બિલ્ડીંગ્સમાં સંપૂર્ણ ફાઇબર નેટવર્કની આવશ્યકતા માટે નવું પ્લાનીંગ ગાઇડન્સ પ્રકાશિત કરાશે. સંપૂર્ણ ફાઇબર બ્રોડબેન્ડનો અર્થ એ છે કે ઘરો પ્રતિ સેકન્ડ એક ગીગાબાઇટ સુધીની ઝડપને ઍક્સેસ કરી શકે છે અને તેના કારણે ઘરમાં વધુ ગેઝેટ્સ વાપરી શકાય છે. એન્ફિલ્ડ, હેરો, હન્સલો, કિંગ્સ્ટન અને સટન બરોમાં સંપૂર્ણ ફાઇબરના માત્ર 4.16% હિસ્સો ધરાવે છે.

LEAVE A REPLY