મુંબઇની જાણીતી ડબ્બાવાલાની ટિફીન વિતરણ વ્યવસ્થાનું લંડનની એક કંપનીએ અનુસરણ કર્યું છે. મુંબઇની આ વ્યવસ્થા 100 વર્ષ જુની છે અને તે મુંબઇની જીવનરેખા તરીકે ઓળખાય છે. સોશિયલ મીડિયા પર સક્રિય રહેલા જાણીતા ઉદ્યોગપતિ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રના આનંદ મહિન્દ્રાએ લંડનની કંપનીએ ડબ્બાવાલાની સીસ્ટમની નકલ કરતી કંપનીનો વિડીયો મુકીને લખ્યું છે અત્યાર સુધી ભારત અંગ્રેજોની નકલ કરતું હતું હવે અભિગમ બદલાયો છે, અંગ્રેજો ભારતની નકલ કરી રહ્યા છે.
તાજેતરમાં લંડનની કંપનીનો વિડીયો અપલોડ કરાયો છે જેમાં ટિફીનો ભરાય છે અને ભરાયેલા ટિફીનને સાઇકલ પર આપવા માટે લઇ જવામાં આવે છે. લંડનની આ કંપનીએ મુંબઇના ડબ્બાવાલાની નામની પણ નકલ કરીને તેનું નામ-ડબ્બા ડ્રોપ રાખ્યું છે, જેમાં પ્લાસ્ટીક કન્ટેનરના બદલે સ્ટીલના ટિફીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ ડબ્બાવાલાની સીસ્ટમ જુદી છે. તે વિવિધ ઘરોમાંથી ટિફીન ભેગા કરે છે અને પછી તેની ડિલેવરી કરે છે. સ્વિગીએ આવો કોન્સેપ્ટ અપનાવ્યો છે. ડબ્બાવાલાનો કોન્સેપ્ટ ઘર કા ખાના છે જ્યારે સ્વિગીના કોન્સેપ્ટ બહાર કા ખાના વિચાર છે. ડબ્બાવાળાની કોપી કરનારા ડબ્બા ડ્રેાપ તો ટિફીન સર્વિસ એટલેકે ટિફીનમાં પોતાનું ભોજન આપે છે. મુંબઇમાં દુરની નોકરી કરતા લોકો ડબ્બામાં જમવાનું લઇને જતા હતા, પછી બે-ત્રણ ડબ્બાના ટિફીનો આવ્યા હતા, હવે ચાર પાંચ કલાક જમવાનું હૂંફાળું રહે તેવા અને ઇલેકટ્રીક ટિફીનો આવ્યા છે.

LEAVE A REPLY