કોંગ્રેસે આવનારી લોકસભાની ચૂંટણી માટે પોતાના 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડશે. જ્યારે રાજેન્દ્ર શાહુને દુર્ગથી ટિકિટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસની પ્રથમ યાદીમાં શશિ થરૂરનું નામ પણ સામેલ છે. શશિ થરૂર કેરળના તિરુવનંતપુરમથી લોકસભા ચૂંટણી લડશે. જ્યારે ડીકે સુરેશને બેંગલુરુ ગ્રામીણમાંથી તક આપવામાં આવી છે. કોરબામાંથી જ્યોત્સના મહંતને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે કેસી વેણુગોપાલને કેરળના અલાફુજાથી તક આપવામાં આવી છે. પાર્ટીની પ્રથમ યાદીમાં સામાન્ય કેટેગરીના 15 ઉમેદવારો અને SC-ST અને OBC કેટેગરીના 24 ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એવા 12 ઉમેદવારો છે જેમની ઉંમર 50 વર્ષથી ઓછી છે.

LEAVE A REPLY