ભારતમાં લોકસભાની ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં શનિવારે ઉત્તર પ્રદેશ અને પંજાબની 13-13, પશ્ચિમ બંગાળની નવ, બિહારની આઠ, ઓડિશાની છ, હિમાલચ પ્રદેશની ચાર, ઝારખંડની ત્રણ અને ચંડીગઢની એક મળીને કુલ 57 બેઠક પર મતદાન શરૂ થયું છે. ચૂંટણીના અંતિમ તબક્કામાં નરેન્દ્ર મોદી, કંગના રનૌત, રવિ કિશન, અનુરાગ ઠાકુર, અભિષેક બૅનરજી અને મિસા ભારતી જેવા દિગ્ગજોના ભાવિનો ફેંસલો થશે. આ સાથે જ ઓડિશા વિધાનસભાની 42 બેઠકો પર પણ શનિવારે મતદાન થઇ રહ્યું છે. આ ચૂંટણીમાં વડાપ્રધાન, કેન્દ્રીય પ્રધાનો અને બોલીવૂડ અભિનેત્રી કંગના રનોત સહિત કુલ 904 ઉમેદવારો મેદાનમાં છે.

LEAVE A REPLY