- ગત માર્ચના પ્રથમ લોકડાઉનની જેમ જ તબીબી આવશ્યકતાઓ, ખોરાકની ખરીદી, કસરત અને નોકરી જવા સિવાય કેટલાક કારણો સિવાય લોકો તેમના ઘર છોડી શકશે નહિ.
- અર્લી યર્સ સેટિંગ્સ જેમ કે નર્સરીઓ ખુલ્લી રહેશે.
- યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કેમ્પસમાં પાછા ફરી શકશે નહિં અને તેમને ઑનલાઇન શીખવવામાં આવશે.
- રેસ્ટોરન્ટ્સ ખોરાકની ડિલિવરી આપવાનું ચાલુ રાખી શકે છે, પરંતુ આલ્કોહોલ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
- આઉટડોર સ્પોર્ટ્સ સ્થળો જેમ કે ગોલ્ફ કોર્સ, ટેનિસ કોર્ટ અને બહારના જિમ બંધ રહેશે. પરંતુ આઉટડોર રમતનાં મેદાન ખુલ્લા રહેશે.
- એમેચ્યોર ટીમ સ્પોર્ટ્સની મંજૂરી નથી, પરંતુ પ્રીમિયર લીગ ફૂટબોલ જેવી એલાઇટ સ્પોર્ટ્સ ચાલુ રાખી શકાશે.