રાજ્યમાંમાં વસતા પરપ્રાંતીય મજૂરોને સરકારે પોતાના વતનમાં જવાની છૂટ આપતાની સાથે જ રાજ્યના મહાનગરોમાંથી મજૂરોએ વતન તરફની વાટ પકડી છે. છેલ્લા બે દિવસથી સુરત અને રાજકોટ શહેરમાંથી તેમજ અમદાવાદમાંથી મજૂરોના ટોળેને ટોળાઓ દેશના જુદા જુદા શહેરમોં જઈ રહ્યા છે.
એક તરફ રાષ્ટ્રીય લૉકડાઉન 2.0ની મર્યાદા સમાપ્ત થઈ રહી છે ત્યારે લૉકડાઉન ખુલશે કે યથાવત રહેશે તેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. જોકે, મજૂરોની હિજરત અને પલાયનને જાણકારો ઉદ્યોગોની માઠી દશાના હાલતમાં જોઈ રહ્યા છે. છેલ્લા 40 દિવસથી લગબગ બંધ પડી રહેલા રાજ્યના ઉદ્યોગોને કરોડો રૂપિયાની ખોટ જવાની આશંકા સેવાઈ રહી છે.
સુરતના કાપડા ઉદ્યોગ અને ખાસ કરીને વીવિંગ ઇન્ડસ્ટ્રીને મજૂરોના પલાયનના કારણે નુકશાની વેઠવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
સુરત શહેરમાં કાર્યરત હજારોની સંખ્યામાં આવેલા વીવર્સને રાજસ્થાન, ઓડિશાના કારીગરો જતા રહેતાં નુકશાની વેઠવી પડશે. આ ઉદ્યોગ સાથે 20 લાખ લોકો જોડાયેલા છે. કાપડના કટિંગ, પેકેજિંગ અને પ્રોસેસિંગમાં રાજસ્થાન અને મહારાષ્ટ્રના લેબર જોડાયેલા છે.આ ઉદ્યોગ સાથે જોડાયેલા સુરતના ઉદ્યોગપતિ અશોક જીરાવાલા જણાવે છે કે ‘ આ મજૂરો જતા રહેશે પછી લૉકડાઉન ક્યારે હળવું થાય અને તેઓ ક્યારે પરત આવશે ત્યારે 2021માં ઉદ્યોગ થાળે પડે એવી શક્યતા છે. સરકારે ઉદ્યોગોને શરૂ કરવા માટે પણ હસ્તક્ષેપ કરવો પડશે. ઉદ્યોગને બચાવા માટે પણ સરકારે મહેનત કરવી પડશે. ‘
જે રીતે લોકડાઉન ચાલી રહ્યું છે અને સમગ્ર ઉદ્યોગ ધંધા બંધ છે આવા સમયે થોડા દિવસ પહેલા જ રાજકોટ જીલ્લાના અલગ અલગ વિસ્તારોમાં આવેલા ઉદ્યોગોને શરુ કરવા માટે અમુક શરતો સાથે કલેકટર તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. મંજૂરી મેળવવામાં માટે ઘણા ઉદ્યોગોએ મંજૂરી માંગી હતી જેમાંથી 9500 એકમોને મંજૂરી મળી હતી. પરંતુ મહત્વની વાત એ છેકે 9500 જેટલા એકમોને મંજૂરી મળી હોવા છતાં 5553 એકમો જ શરુ થતા છે.
ખાસ કરીને લોકડાઉનની શરુવાતમાં જ રાજકોટમાં કામ કરતા પરપ્રાંતીય લોકો પોતાના વતન ચાલ્યા ગયા છે. જેથી હવે નવા કામદારો માટે લોકડાઉન પૂર્ણ થયા ની રાહ જોવી પડશે. તો બીજી તરફ અનેક એકમો નો માલ અન્ય રાજ્યોમાં મોકલવામાં આવતો હોઈ છે જ્યાં હજી સંપૂર્ણ લોકડાઉન ચાલી રહ્યું છે જેથી માલ મોકલી શકતો નથી, તો સાથેજ અમુક કાચો માલ અન્ય રાજ્યો માંથી મંગાવવામાં આવે છે જ્યાં હજી સંપૂર્ણ લોકડાઉન છે જેથી અનેક ઉદ્યોગો પર અસર પડી રહી છે.
ફક્ત ગુજરાત બહાર જ નહિ પરંતુ વિદેશમાં પણ માલ ની આયાત નિકાસ થઇ રહી છે. જેથી આવ ઉદ્યોગો પણ હાલ પૂરતા કોઈ કામ કરી શકતા નથી જેથી મંજૂરી હોવા છતાં પણ અમુક એકમો હાલ શરુ નથી થઇ શક્ય. હાલ એકસપોર્ટ-ઇમ્પોર્ટનું કામ કરતી 90 પેઢી ચાલુ છે. રાજકોટ માં કુલ 12960 કારખાનેદારોએ પાસ માટે અરજી કરી હતી, સરકાર અને ખાનગી સહિત 4800 બીલ્ડરો-ટ્રાન્સપોર્ટરો-ખાનગી બાંધકામ કરનારાઓને મંજૂરી મળી છે.