ઇમ્પીરીયલ કોલેજના રોગચાળાના નિષ્ણાત પ્રો. નીલ ફર્ગ્યુસને ચેતવણી આપી છે કે ‘’હાલના લોકડાઉનને ફક્ત “શિલ્ડિંગ” નીતિઓ સાથે જ બદલવું જોઈએ, જો તેમ નહિ થાય તો યુકેમાં વર્ષના અંત સુધીમાં લાખ લોકોના મોત થઈ શકે છે. સરકારની નીતિઓ સમાજનાં સૌથી સંવેદનશીલ લોકોનાં રક્ષણની ઇચ્છા રાખે છે, પરંતુ અન્યને મુક્તપણે ફરવા દેવાશે તો મૃત્યુઆંક ઉંચો થઈ શકે છે. અમારી ટીમ આગામી દિવસોમાં લોકડાઉન પગલાને હળવા કરવાથી શું થઇ શકે છે તેનુ એક મોડેલ રજૂ કરે તેવી અપેક્ષા છે. ‘’
સામાજિક-અંતરનાં પગલાંની રજૂઆત કરનાર અને વૈજ્ઞાનિક સલાહકાર જૂથ (સેજ)ના સભ્ય પ્રો. નીલ ફર્ગ્યુસને ન્યુઝ વેબસાઇટ અનહર્ડ સાથેની મુલાકાતમાં કહ્યું: “વ્યવહારિક દ્રષ્ટિએ એક વ્યૂહરચના તરીકે ખૂબ જ ઉચ્ચ સ્તરના અસરકારક કવચની જરૂર પડશે. સૌથી સંવેદનશીલ લોકોને સૌથી વધુ કાળજીની જરૂર હોય છે અને તેઓ આરોગ્ય પ્રણાલી સાથે સૌથી વધુ સંપર્કમાં હોય છે અને ખરેખર આઇસોલેટ થવામાં ઓછા સક્ષમ હોય છે. જો તમે આ જૂથોમાં ફક્ત 80 ટકા સુરક્ષા આપો છો તો ચેપના જોખમમાં 80 ટકાનો ઘટાડો થાય છે. તો પણ આ પ્રકારની વ્યૂહરચના દ્વારા પણ આ વર્ષના અંતમાં લાખથી વધુ લોકો મૃત્યુ પામશે.”
17 માર્ચના રોજ સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર સર પેટ્રિક વાલેન્સે સાંસદોની સમિતિને કહ્યું હતુ કે જો આપણે મૃત્યુને 20,000થી નીચે રાખશુ તો તે સારૂ પરિણામ હશે. ખરેખર તે સાચુ સાબિત થયુ છે.
10 એપ્રિલના રોજ પૂરા થતા સપ્તાહમાં ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 18,516 મૃત્યુ નોંધાયા હતા, જે છેલ્લા પાંચ વર્ષની સરેરાશ કરતા 7,996 વધુ હતા અને ફક્ત 6,213ના મૃત્યુ કોવિડ-19થી થયા હતા.
પ્રો. ફર્ગ્યુસને કહ્યું કે ‘’લોકડાઉનથી દૂર જવા માટે સરકારને દક્ષિણ કોરિયાના સફળ કાર્યક્રમની જેમ ટ્રેકિંગ ટ્રાન્સમિશન અને સામૂહિક ટેસ્ટ જેવા પગલા લેવા અપીલ કરી હતી. જ્યાં માત્ર 240 લોકોના મોત નોંધાયા છે. જ્યાં સુધી રસી ન આવે ત્યાં સુધી સામાજિક અંતર રાખવું પડશે. તેઓ ચેપગ્રસ્ત લોકોને તારવી લઇ તેમને અલગ પાડવામાં નોંધપાત્ર રીતે અસરકારક રહ્યા છે. જો તમે ખૂબ નીચા સ્તરે ટ્રાન્સમિશન ચલાવશો તો તે વિક્ષેપ કરશે નહિ.’’
ચેપગ્રસ્ત લોકો અને તેમનો સંપર્ક ધરાવતા લોકોના સામૂહિક ટેસ્ટ અને તેમને અલગ પાડવાની પ્રક્રિયા દ્વારા મંત્રીઓને આશા છે કે ભવિષ્યમાં તેઓ કોરોનાવાયરસના સ્થાનિક પ્રકોપને નિયંત્રણમાં રાખી શકશે. મેટ હેન્કોકs ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે આ પછીના તબક્કામાં ખરેખર કેસ અસરકારક થઈ શકે તે પહેલાં કેસ નોંધપાત્ર ઘટાડો કરવાની જરૂર છે.