સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે મંગળવારે જણાવ્યું હતું કે મોરેટોરિયમ પિરિયડ દરમિયાન તમામ લોનધારકોના વ્યાજની માફી દેશના આર્થિક હિતમાં નથી અને તેનાથી સમગ્ર બેન્કિંગ સિસ્ટમ તૂટી પડે તેવી શક્યતા છે.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં જણાવ્યું હતું કે મોરેટોરિયમ દરમિયાન તમામ લોન પરના વ્યાજની માફીથી બેન્કો અને નાણા સંસ્થાઓને રૂ. 6 લાખ કરોડથી વધુ નુકસાન થશે. જો આ બોજ બેન્કો પર પડશે તો તેમની નેટવર્થનું ધોવાણ થશે. તેનાથી મોટી ભાગની બેન્કો માટે ટકી રહેવાનું મુશ્કેલ બનશે અને તેમના અસ્તિત્વ સામે ગંભીર સવાલ ઊભા થશે.
સુપ્રીમ કોર્ટમાં બેંકો દ્વારા લોનધારકો પાસેથી વ્યાજ પર વ્યાજની વસૂલાત પર રોક (લોન મોરેટોરિયમ) અંગેની જુદી જુદી અરજીઓ અંગે સુનાવણી ચાલી રહી છે. ન્યાયમૂર્તિ અશોક ભૂષણ, આ અગાઉ લોન મોરેટોરિયમ અંગેની છેલ્લી સુનાવણી બીજી ડિસેમ્બરે થઇ હતી. મંગળવારની સુનાવણી દરમિયાન સરકારે જણાવ્યું હતું કે ફેબુ્આરી અને ઓક્ટોબર મહિનાની વચ્ચે આરબીઆઇએ રેપો રેટમાં 1.15 ટકાનો ઘટાડો કર્યો છે. નવી હોમ લોન્સના વ્યાજ દર સાત ટકાની નીચે આવી ગયા છે. પાવર સેક્ટર માટે જરૂરી તમામ પગલાં લેવામાં છે. સરકારી રાહતની વાત કરીએ તો કોરોના વાઇરસ મહામારી દરમિયાન પણ પાવર પ્લાન્ટ બંધ કરવામાં આવ્યા ન હતાં. લોકડાઉન દરમિયાન એક દિવસ પણ પાવર પ્લાન્ટ બધ થયા ન હતાં.