લોઇડ્સ ફાર્મસીએ 2023ના અંત પહેલા સેઇન્સબરી સ્ટોર્સમાંની પોતાની 200થી વધુ શાખાઓ બંધ કરવાની જાહેરાત કરી છે. ફાર્મસી સંસ્થાઓ ફાર્માસ્યુટિકલ સર્વિસીસ નેગોશિએટિંગ કમિટી (PSNC)ના ચીફ એક્ઝિક્યુટિવ જેનેટ મોરિસન અને કંપની કેમિસ્ટ એસોસિએશન (CCA)ના ચીફ એક્ઝિક્યુટિવ માલ્કમ હેરિસને આ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. ફાર્માસિસ્ટ ડિફેન્સ એસોસિએશન (PDA) યુનિયને તેના સભ્યોને માહિતી, સમર્થન અને પ્રતિનિધિત્વ પ્રદાન કરી પૂરતી મદદની ખાતરી આપી છે.

યુકે સરકાર NHS પરનું ભારણ ઓછું કરવા ફાર્મસીઓનો વધુ ઉપયોગ કરવા માંગે છે, જેથી આરોગ્યસંભાળ પ્રણાલીના અન્ય ભાગો પર દબાણ ઓછું થાય. PSNC કહે છે કે કોમ્યુનિટી ફાર્મસી ફંડિંગમાં તીવ્ર ઘટાડો તેમને ‘સેવાઓ ટકાવી રાખવાનું વધુને વધુ મુશ્કેલ અને વધુ અશક્ય બનાવી રહ્યું છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments