The Cabinet Office sent Liz Truss a bill for £12000

યુકેના ઇતિહાસમાં સૌથી ઓછા સમય સુધી સેવા આપનાર વડા પ્રધાન તરીકે લીઝ ટ્રસે ડાઉનિંગ સ્ટ્રીટની બહાર એક નિવેદન કરી યુકેના વડા પ્રધાન તરીકે રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું હતું કે તેણી ચૂંટાયેલા આદેશનું પાલન કરી શકી નથી. તેમણે કિંગ ચાર્લ્સને પણ પોતાના નિર્ણયની જાણ કરી હતી કે તે ટોરી નેતા તરીકે રાજીનામું આપી રહ્યા છે. નવા નેતાની વરણી માટે આગામી સપ્તાહે કન્ઝર્વેટિવ નેતૃત્વની ચૂંટણી કરાશે.

લેબરના સર કેર સ્ટાર્મર, લિબ ડેમ્સના નેતા એડ ડેવી અને SNP એ તાત્કાલિક સામાન્ય ચૂંટણી કરાવવા હાકલ કરી છે.

વધુ ટોરી એમપીઓ અને નેતીઓએ તેણીને રાજીનામું આપવાનું કહ્યા બાદ અને રાજીનામુ આપતા પહેલાં આજે તા. 20ના રોજ બપોરે લીઝ ટ્રસ બેકબેન્ચ સાંસદોની 1922 સમિતિના અધ્યક્ષને મળ્યા હતા. તેમણે સર ગ્રેહામ બ્રેડી, ટોરીના અધ્યક્ષ જેક બેરી અને ડેપ્યુટી પીએમ થેરેસી કોફી સાથે વાટાઘાટોમાં એક કલાક કરતાં વધુ સમય પસાર કર્યો હતો.

સર ગ્રેહામ બ્રેડીએ પુષ્ટિ કરી છે કે જો બે ઉમેદવારો વચ્ચે પસંદગી કરવામાં આવશે તો નવા કન્ઝર્વેટિવ નેતૃત્વની રેસમાં ટોરી પાર્ટીના સભ્યોનો અભિપ્રાય પણ લેવામાં આવશે. પણ જો સાંસદો કોઈક રીતે ફક્ત એક ઉમેદવારની જ પસંદગી કરશે તો પછી કશું કરવાનો સવાલ જ નહિં રહે. જો કે પક્ષની અંદરના કેટલાક જૂથોને જોતા આ પરિણામ અસંભવિત જણાય છે.

હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને રાજીનામું આપ્યા પછી ટ્રસેની પ્રીમિયરશિપ પર નવેસરથી દબાણ આવ્યું હતું.’’

ડાઉનીંગ સ્ટ્રીટની બહાર વડાપ્રધાન લિઝ ટ્રસે રાજીનામું આપતાં જણાવ્યું હતું કે ‘’હું મહાન આર્થિક અને આંતરરાષ્ટ્રીય અસ્થિરતાના સમયે વડા પ્રધાન તરીકે ઓફિસમાં આવી છું. પરિવારો અને બિઝનેસીસ તેમના એનર્જી બિલ કેવી રીતે ચૂકવવા તેની ચિંતામાં હતા. યુક્રેનમાં પુતિનનું ગેરકાયદેસર યુદ્ધ આપણા આખા ખંડની સુરક્ષાને જોખમમાં મૂકે છે. અને નીચા આર્થિક વિકાસને કારણે આપણો દેશ ઘણા લાંબા સમયથી પાછળ રહ્યો છે.”

‘’હું કન્ઝર્વેટિવ પાર્ટી દ્વારા આ સ્થિતીને બદલવાના આદેશ સાથે ચૂંટાઇ હતી. અમે એનર્જી બિલ અને નેશનલ ઇન્સ્યોરંશમાં કાપ મૂક્યો હતો અને અમે નીચા ટેક્સ સાથે ઉચ્ચ વિકાસશીલ અર્થતંત્ર માટે એક વિઝન નક્કી કર્યું હતું જે બ્રેક્ઝિટની સ્વતંત્રતાઓનો લાભ લેશે. પરંતુ હું જાણું છું કે પરિસ્થિતિને જોતાં, હું કન્ઝર્વેટિવ પાર્ટી દ્વારા ચૂંટાઇ હતી તે જનાદેશને હું આપી શકતી નથી. તેથી મેં કિંગ ચાર્લ્સ સાથે વાત કરી તેમને મારા રાજીનામા અંગે સૂચિત કર્યા છે. આજે સવારે હું 1922 સમિતિના અધ્યક્ષ, સર ગ્રેહામ બ્રેડીને મળી હતી અને અમે સંમત થયા છીએ કે આગામી સપ્તાહમાં નેતૃત્વની ચૂંટણી પૂર્ણ થશે. તે સુનિશ્ચિત કરશે કે અમે અમારી નાણાકીય યોજનાઓ પહોંચાડવા અને અમારા દેશની આર્થિક સ્થિરતા અને રાષ્ટ્રીય સુરક્ષા જાળવવાના માર્ગ પર રહીએ. ઉત્તરાધિકારીની પસંદગી ન થાય ત્યાં સુધી હું વડાપ્રધાન તરીકે રહીશ. આભાર”

ટ્રસની સરકાર ગયા મહિને તેમના મિનિ-બજેટ પછીથી ગરબડમાં આવી હતી. આ બજેટે બજારોને હચમચાવી દીધા હતા અને બાદમાં ચાન્સેલર ક્વાર્ટેગને ખસેડ્યા બાદ બજેટના સૂચનોને નવા ચાન્સેલર જેરેમી હન્ટે રદ કર્યા હતા. તે પછી હોમ સેક્રેટરી બ્રેવરમેને ગઇ કાલે રાજીનામુ આપ્યું હતું.

લિઝ ટ્રસના રાજીનામા અંગે કેટલીક આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા પણ આવી હતી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું હતું કે ‘’યુકેને શક્ય તેટલી વહેલી તકે સ્થિરતા મળે તે મહત્વનું છે. અમે બધાથી ઉપર, સ્થિરતા ઇચ્છીએ છીએ. વ્યક્તિગત સ્તરે, હું હંમેશા કોઈ સહકર્મીને જતા જોઈને દુઃખી થાઉં છું.”

ટોરીઝ પાસે હવે શાસન કરવાનો જનાદેશ નથી: સ્ટાર્મર

લિઝ ટ્રસના રાજીનામા બાદ લેબર નેતા સર કેર સ્ટાર્મરે તીખી પ્રતિક્રિયા આપી તાત્કાલિક સામાન્ય ચૂંટણીની હાકલ કરતાં જણાવ્યું હતું કે “કંઝર્વેટિવ પાર્ટીએ બતાવ્યું છે કે તેની પાસે હવે શાસન કરવાનો આદેશ નથી. ટોરી નિષ્ફળતાના 12 વર્ષ પછી, બ્રિટિશ લોકો અરાજકતા કરતાં વધુ માટે સારી રીતે લાયક છે. કન્ઝર્વેટિવ્સે દેશને “નબળો અને વધુ ખરાબ” બનાવી છોડી દીધો છે. ટોરી નેતાઓ બ્રિટિશ લોકોની સંમતિ વિના ફરીથી ફક્ત તેમની આંગળીઓ પર ક્લિક કરીને અને ટોચ પરના લોકોને બદલી રહ્યાં છે. તેમની પાસે દેશને બીજા પ્રયોગમાં મૂકવાનો આદેશ નથી – બ્રિટન તેમની ઇચ્છા મુજબ ચલાવવા માટે છે, તેમની વ્યક્તિગત જાગીર નથી. આપણી પાસે નવેસરથી શરૂઆત કરવાની તક હોવી જોઈએ. અમને હવે સામાન્ય ચૂંટણીની જરૂર છે.”

વડા પ્રધાન કોણ બનશે?

લિઝ ટ્રસના રાજીનામા બાદ હવે ટોરી પાર્ટીના નેતા અને વડા પ્રધાન તરીકે કોણ બીરાજશે તે અંગે ઉગ્ર અટકળો શરૂ થઈ છે.

ટ્રસના ભૂતપૂર્વ નેતૃત્વ હરીફ ઋષિ સુનક વડા પ્રધાન પદના દાવાઓ માટે બુકીઓના ફેવરિટ છે. તે પછીના ક્રમે પેની મોર્ડન્ટ અને ડિફેન્સ સેક્રેટરી બેન વોલેસનો નંબર આવે છે. ચાન્સેલર જેરેમી હંટે પહેલેથી જ પોતાની જાતને રેસમાંથી બહાર કાઢી દીધા છે. ભૂતપૂર્વ પીએમ બોરિસ જૉન્સન ડાઉનિંગ સ્ટ્રીટમાં પાછા ફરવા માટે ચોથા સ્થાને છે. અપમાનિત ભૂતપૂર્વ નેતા બોરિસ જૉન્સન ‘ફરીથી વડા પ્રધાન બનવાની યોજના ધરાવે છે.’

LEAVE A REPLY