બ્રિટનના વડા પ્રધાન પદની આશાવાદી ઉમેદવાર લિઝ ટ્રસે શુક્રવારે તા. 26ના રોજ ફ્રાંસના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન વિશે ટિપ્પણી કરતા તેમના પર લોકો રોષે ભરાયા છે.
યુકેના ફોરેન સેક્રેટરી લીધ ટ્રસ્ટે એક પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવ્યુ હતું કે “જ્યુરી ઇઝ આઉટ” અને જો તે વડા પ્રધાન બનશે તો તે “શબ્દોથી નહીં, કાર્યો દ્વારા તેમનો ન્યાય કરશે”. તે જ પ્રશ્નના જવાબમાં, સુનકે જણાવ્યું હતું કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ “મિત્ર” છે અને જો તેઓ વડા પ્રધાન બનશે તો યુરોપ સાથે યુકેના સંબંધોને ફરીથી સેટ કરવા માંગે છે.
વિપક્ષી લેબર પાર્ટીએ ટ્રસ પર “ચુકાદાનો દુ:ખદ અભાવ”નો આરોપ મૂક્યો હતો. તેના નિવેદનને “બ્રિટનના સૌથી નજીકના સાથી” ના અપમાન તરીકે જોવામાં આવશે. તેના પોતાના પક્ષના સાથીદારોએ પણ સોશિયલ મીડિયા પર ટિપ્પણીઓ કરી ટીકા કરી હતી. ભૂતપૂર્વ વિદેશ પ્રધાન એલિસ્ટર બર્ટે તેણીની “ગંભીર ભૂલ” ગણાવી હતી. પૂર્વ કન્ઝર્વેટિવ મંત્રી ગેવિન બારવેલે કહ્યું હતું કે તેઓ જાણે છે કે આપણે ફ્રાન્સ સાથે લશ્કરી જોડાણમાં છીએ.” ટ્રસની ટિપ્પણીઓની નોંધ ફ્રેન્ચ મીડિયા દ્વારા પણ લેવામાં આવી છે.
પરિણામો 5 સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.