પૂર્વ વડા પ્રધાન લિઝ ટ્રસ ફોરેન સેક્રેટરી હતા ત્યારે 17મી સદીના ચેવેનિંગ એસ્ટેટમાં તેમના રોકાણ, ખાણી-પીણી તેમજ ગાયબ થયેલા બાથરોબ્સ અને ચપ્પલની કિંમતને આવરી લેવા માટે કેબિનેટ ઑફિસે ટ્રસને £12,000નું બિલ મોકલ્યું હોવાનું માનવામાં આવે છે.
ચેવેનિંગ એસ્ટેટનો ઉપયોગ ગયા સમરમાં ટોરી નેતૃત્વ અભિયાનના છેલ્લા તબક્કામાં ટ્રસ અને તેમના સહાયકો દ્વારા કરવામાં આવ્યો હતો. તે વખતે તેમણે ટ્રસને વડા પ્રધાન બનાવવાની યોજના ઘડી હતી. અધિકારીઓએ ટ્રસનો સંપર્ક કરી તેમના કાર્યકાળ દરમિયાન ગુમ થયેલી વસ્તુઓ તેમજ તેણી અને તેના સહાયકોએ ત્યાં જે ભોજન અને વાઇનનો ઉપયોગ કર્યો હતો તેના માટે ચૂકવણી કરવાની જરૂર છે એમ કહ્યું હતું.
સરકાર ચેવેનિંગ ખાતે સત્તાવાર રોકાણ માટે નાણાં ચૂકવે છે પરંતુ વ્યક્તિગત મહેમાનગતી અથવા પક્ષના રાજકીય બિઝનેસ માટે નહીં. ટ્રસ બિલની ચૂકવણી બાબતે દલીલ કરે છે કે કેબિનેટ ઓફિસ વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા તે બેઠકોમાં થયેલ ખાવા-પીવાનો ચાર્જ લેવાનો પ્રયાસ કરી રહી છે.
આક્ષેપ છે કે ચેવેનિંગ ‘ટ્રસ ઝુંબેશ’નું નર્વ સેન્ટર બની ગયું હતું અને પ્રથમ માળે “વોર રૂમ” માં તેણીએ સહાયકો સાથે તેની પ્રથમ કેબિનેટના હોદ્દાની ચર્ચા કરી હતી.
લિઝે મિની-નંબર 10 તરીકે ચેવેનિંગનો ઉપયોગ કર્યો હોવાનું અને તેના આંતરિક વર્તુળ સાથે બેઠકો યોજી હતી.