યુકેના વિદેશ પ્રધાન એલિઝાબેથ ટ્રુસે શનિવારે જણાવ્યું હતું કે તેમનો દેશ અને ભારત સ્વતંત્રતા અને લોકશાહીમાં વિશ્વાસ ધરાવે છે તથા વિશ્વને સુરક્ષિત અને સમૃદ્ધ બનાવી શકે છે. તેઓ મુંબઈ એચએમએસ ડિફેન્ડર પર રાખવામાં આવેલા સત્કાર સમારંભમાં બોલી રહ્યાં હતા. અહીં ભારત અને યુકેના ઉદ્યોગપતિઓ વચ્ચે બેઠક થઈ હતી.
ટ્રુસે જણાવ્યું હતું કે યુકે અને ભારત જેવા દેશો સ્વતંત્રતા અને લોકશાહીમાં માને છે તથા વિશ્વના સુરક્ષિત અને સમૃદ્ધિ બનાવી શકે છે. આ યુકે અને ભારતનું મિશન પણ છે. બંને દેશો અર્થતંત્ર, સુરક્ષા, વેપાર અને પર્યાવરણના ક્ષેત્રોમાં નવી ટ્રેડ સમજૂતી અંગે કામગીરી કરી રહ્યાં છે.
તેમણે જણાવ્યું હતું કે યુકેમાં બીજા ક્રમના સૌથી મોટા રોકાણકાર તરીકે ભારત છે અને હું ભારતમાં યુકેના વધારો થાય તેવું તેઓ ઇચ્છે છે. યુકેમાં ત્રીજા ક્રમે સૌથી વધુ યુનિકોર્ન છે, જ્યારે ભારતમા ત્રીજા ક્રમે સૌથી વધુ સ્ટાર્ટઅપ છે. જો આપણે બંનેના સંસાધનો અને એસેટને એકસાથે લાવીએ તો આપણે ઘણુ વધુ કરી શકીએ છીએ. હું ભારતના નાણાપ્રધાન અને વિદેશ પ્રધાનને મળી છું. તેમની સાથે ટેકનોલોજી જેવા ક્ષેત્રમાં ભાગીદારીને ગહન કેવી રીતે બનાવી શકાય તેની ચર્ચા થઈ હતી.
બ્રિટિશ હાઇકમિશનરના મીડિયા ડિપાર્ટમેન્ટના અધિકારીએ જણાવ્યું હતું કે યુકે ઇન્ડિયા વચ્ચે આર્થિક સંબંધો હાલમાં મજબૂત છે. બંને વચ્ચે 2020માં 18 બિલિયન પાઉન્ડનો વેપાર થયો હતો. બંને દેશોએ 2030 સુધીમાં દ્રિપક્ષીય વેપારને બમણો કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. બંને દેશોએ આ વર્ષના અંત સુધી સર્વગ્રાહી મુક્ત વેપાર સમજૂતી (એફટીએ) કરવાની પણ જાહેરાત કરી છે.