જંગલનો રાજા નવા-નવા વિસ્તારોમાં પરિભ્રમણ કરી રહ્યો છે અને અમદાવાદ શહેરની નજીક આવી રહ્યો છે. વેળાવદર નેશનલ પાર્કથી 5 કિમી દૂર જોવા મળ્યો હતો, જે અમદાવાદથી આશરે 140 કિમી દૂર છે. વેળાવદર કાળિયારની વસ્તી માટે જાણીતું છે. સિંહ દેખાયો હોવાની વાતની પુષ્ટિ કરતાં, વન વિભાગના (જૂનાગઢ) મુખ્ય વન સંરક્ષક ડી વસાવડાએ જણાવ્યું હતું કે, ‘છેલ્લા 2-3 દિવસથી સિહ આ વિસ્તારમાં ફરતો હતો. સિંહના પગલાના નિશાનને રેકોર્ડ કરવા માટે તે વિસ્તારમાં સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે, અને સિંહ નિયમિત કેમેરામાં કેદ થાય છે’.