(ANI Photo)

ભારતમાં નવા બ્રિટિશ હાઈ કમિશનર તરીકે ગુરુવારે લિન્ડી કેમરનની નિમણૂક કરાઈ હતી.  લિન્ડી કેમરન આ મહિને તેમનો કાર્યભાર સંભાળશે.

X પર એક સત્તાવાર પોસ્ટમાં લિન્ડી કેમરને ભારતમાં આગામી બ્રિટિશ હાઈ કમિશનર તરીકે નિમણૂક થવા બદલ ખૂબ જ ગર્વ વ્યક્ત કર્યો અને એલેક્સ એલિસનો આભાર વ્યક્ત કર્યો હતો.

યુકે હાઇ કમિશનની અખબારી યાદી અનુસાર લિન્ડી કેમરનને એલેક્સ એલિસના અનુગામી તરીકે ભારતમાં બ્રિટીશ હાઇ કમિશનર તરીકે નિયુક્ત કરાયા છે. એલિસ બીજી રાજદ્વારી સેવામાં જોડાશે. કેમરન એપ્રિલ 2024 કાર્યભાર સંભાળશે.

લિન્ડી કેમરન 2020થી યુકેના નેશનલ સાયબર સિક્યુરિટી સેન્ટરના ચીફ એક્ઝિક્યુટિવ તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે યુકેની નોર્ધન આયર્લૅન્ડ ઑફિસના ડિરેક્ટર જનરલ તરીકેનો કાર્યકાળ પણ સંભાળ્યો હતો.

યુકે અને ભારત લાંબા સમયથી પેન્ડિંગ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે વાટાઘાટોમાં વ્યસ્ત છે ત્યારે તેમની નિમણૂક કરવામાં આવી છે.

એલેક્સ એલિસને 2021થી 2024 સુધી ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતાં.

LEAVE A REPLY