મણિનગરમાં ઉત્તમ નગર ગાર્ડન પાસે આવેલી લિટલ ફ્લાવર કોવિડ હોસ્પિટલમાં નવ ડીસેમ્બરના રોજ બપોરે આગ ફાટી નીકળી હતી. હોસ્પિટલમાં ઓક્સિજનની પાઈપ લાઈન ફાટતાં વિસ્ફોટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ઘટનાસ્થળે ફાયરબ્રિગેડના કર્મચારીઓનો વાહનો સાથે ધસી ગયા હતા અને આગને કાબુમાં લીધી હતી જોકે સદનસીબે આગમાં કોઈ જાનહાની થઈ ન હતી. અગાઉ ગુજરાતમાં રાજકોટ સહિતની કેટલીક કોવિડ હોસ્પિટલમાં પણ આગળ લાગી ચુકી છે.
