સદગુરુ – બાહ્ય જગતમાં કશું પણ નિશ્ચિત હોતું નથી તે નક્કર વાસ્તવિકતા છે. જે કાંઇ અનિશ્ચિત છે તે પડકારરૂપ છે. અનિશ્ચિતતાનો અર્થ જે તે ચીજ-બાબતો બદલાતી હોય છે, બીજા શબ્દોમાં કહીએ તો અદ્ધરતાલ જેવું કાંઇ હોતું નથી. જો તમે ઝડપથી ચાલતો હો તો પ્રત્યેક પગલું નવો પ્રદેશ વિસ્તાર છે અને આ નવા વિસ્તાર – પ્રદેશ એ, જેને તમે અનિશ્ચિતતા કહો છો, તે છે. જેને તક જોઇતી હોય છે તેના માટે અનિશ્ચિતતા શ્રેષ્ઠ સમય છે. જેની પાસે યોગ્ય સૂઝ-દૃષ્ટિ છે તે અનિશ્ચિતતાને તક બનાવશે અને જેની પાસે આવી દૃષ્ટિ-સૂઝ નથી તેને માટે અનિશ્ચિતતા એક સમસ્યા બની રહેશે. તમારા મગજમાં ફરજિયાત પ્રત્યાઘાતોની અવસ્થામાં હોય એટલા માટે જ તમે ચોક્કસતા ઇચ્છતા હો છો.

નિશ્ચિતતા એ અદ્ધરતાલની અવસ્થા છે. ચોક્કસતા – નિશ્ચિતતા હોય તો યથાવત્ સ્થિતિની જાળવણી પણ અવશ્ય હોવાની. ‘સ્ટેટસ ક્વો’ અથવા યથાવત્ સ્થિતિની જાળવણી વેપાર-ધંધા, રાજકારણ કે સામાજિક સ્થિતિમાં કરવામાં આવે તો કશું જ બદલાય નહીં કે પરિવર્તન, નવસર્જન થાય જ નહીં. તમે ચોક્કસતા – નિશ્ચિતતા ઝંખીને એક રીતે તો સ્થગિતતા માટે જ આગળ વધો છો. કોઇ પણ સ્થિતિ – અવસ્થા ચીજ સ્થગિત થાય તો તમે કંટાળી જશો.

કોઇ ચીજ, બાબત, ઘટના ઝડપભેર બને તો તમે તેને સંભાળી શકવાની સમતુલા ધરાવી શકતા નથી. એટલે અનિશ્ચિતતા કોઇ સમસ્યા નથી પરંતુ તમારી આંતરિક અવસ્થા અનિશ્ચિત બની હોય તે જ સમસ્યા છે. આપણે સમગ્ર જગત તમારા માટે શાંતિપૂર્ણ રહે તેવી સ્થિતિ સર્જવાની હોય તો તે શક્ય બનવાનું નથી. આપણે તમારી આંતરઅવસ્થા નિશ્ચિત કરવાની છે. આમ કહેવાનો અર્થ શું? તેનો અર્થ એવો થાય કે તે તમારી આંતરઅવસ્થા ફરજિયાતપણાના ભાવવાળી હશે તો તમે પ્રત્યેક પરિસ્થિતિનો સામનો તમારી શ્રેષ્ઠ ક્ષમતાથી કરી શકશો. એવું પણ બને કે તમે જે તે પરિસ્થિતિનો સામનો બીજાની માફક ના પણ કરી શકો. આમ છતાં તમે તમારી શ્રેષ્ઠ ક્ષમતા તો અવશ્ય કામે લગાડી જ હશે. ફરજિયાત પ્રતિભાવની અવસ્થાના કારણ માત્રથી જ તમારે તમારી સામે ઉદભવતી સ્થિતિમાં સહન કરવાનું આવશે નહીં.

આંતરિક અવસ્થા એ તેના પોતાના અર્થમાં દિશામય વળાંક જ છે, તેને બાહ્ય સ્થિતિને અનુરૂપ સર્જી શકાય નહીં. જિંદગીમાં આજે અનિશ્ચિતતા છે તો આંતરિક અવસ્થા એક પ્રકારની આંતરિક અનિશ્ચિતતા રહેતેવું શક્ય બનતું નથી. આ જ પ્રકારે મારી આસપાસના લોકો મીઠાશભર્યા સૌમ્ય હોય ત્યારે એક અવસ્થા અને રૌદ્ર, તોફાની સ્વરૂપના લોકો વખતે બીજી આંતરિક અવસ્થા, એવું ના બને. આ એવી સ્થિતિ છે જે તમે નક્કી કરી શકતા નથી. આ એવી સ્થિતિ છે કે તે જેવી હોય તેવી જ રહે. આવી સ્થિતિ જાળવવાનો કોઇ નિશ્ચિત માર્ગ નથી. જો તે જાગૃતપણે નિર્મિત હશે તો તે ફરજિયાત કે બંધનકર્તા રહેશે નહીં.

તમે આ જગતમાં કોઇ રોકાણ કર્યા વિના આવ્યા છો અને તમે ખાલી હાથે જ દુનિયા છોડી જવાના છો. જન્મ અને મરણના આ ગાળા દરમિયાન જે કાંઇ બને છે તેમાં તમે નફાની સ્થિતિમાં જ હો છો કારણ કે જે કાંઇ છે કે તમે તેને કેવી રીતે અનુભવો છો તેના ઉપર આધાર રહે છે. તમારી આંતરિક અવસ્થા બિનબંધનકરારક જાગૃત અવસ્થામાં હશે તો તમે તમારે અનુભવ શોધી, જાણી કે નક્કી કરી શકો છો. પરિસ્થિતિને લાગે વળગે છે ત્યાં સુધી તમે તેના એક હિસ્સાને તથા જગત પણ એક હિસ્સાને જ શોધી, જાણી, નક્કી કરીને પામી શકે છે પરંતુ જીવનને તમે કેવી રીતે માણો – અનુભવો છો તે 100 ટકા તમારા હાથમાં છે.

તમે તમારા કામને મહત્વનું ગણો છો તો તમારા શરીરને તે પ્રમાણે સાબદું કરો જેથી કરીને ગમે તેવી વિકટ પરિસ્થિતિ સર્જાય તો પણ તમે આંતરિક રીતે સ્થિર રહો. તમે કોઇ મોટો ધંધો કે સાહસ સંભાળતા હો ત્યારે તે માત્ર તમારા પૂરતું સીમિત નથી રહેતું, તેમાં હજારો લોકો તમારી સાથે જોડાયેલા હોય છે ત્યારે જે તે સ્થિતિ સાથે તમે કામ પાર પાડો છો ત્યારે તે માત્ર તમને જ અસર કરે છે તેવું નથી, તેની અસર બીજી હજારો જિંદગી ઉપર પડતી હોય છે.

તમારા પોતાનામાં સ્થિર અને આનંદપ્રદ સ્થિતિ નિર્મિત કરી શકો, જિંદગીના ઉતાર-ચઢાવ ગમે તેવા વિકટ હોય પરંતુ તમારી ક્ષમતા વધારવાનો રસ્તો હું તમને શીખવી શકું છું. કેવી રીતે – પ્રશ્નનો જવાબ યોગ છે. યોગથી એવી શક્યતા સાંપડે છે કે તમે અહીંયા બેઠા હો ત્યારે, તમારી અને તમારા શરીર વચ્ચે, તમારી અને તમારા મગજ, તથા તમારી અને જગત વચ્ચે બહુ થોડી જગ્યા રહે છે. એક વખત તમે આવી થોડી જગ્યા તમારા પોતાનામાં જન્માવી શકો, તમે શું છો અને શું નથી તે જાણો તે પછી તમારી યાતનાનો અંત આવતો હોય છે. એક વખત યાતનાનો ડર જ ના રહે તે પછી તમે બધું જ સ્પષ્ટપણે તમારી ક્ષમતા અને બુદ્ધિજીવિતાથી કરી શકો છે. કોઇ પણ પરિસ્થિતિ તમારી ઉપર છવાઇ જઇ શકશે નહીં.

– Isha Foundation

LEAVE A REPLY