LIC
REUTERS/Dado Ruvic/Illustration

ભારતીય શેરબજારનો સૌથી મોટો એલઆઇસીનો પબ્લિક ગેમ આઇપીઓ ચાર મેના રોજ ખુલશે અને નવ મે, ૨૦૨૨ના રોજ બંધ થશે. આ આઇપીઓમાં રોકાણકારોને રૂ.૯૦૨-૯૪૯ના ભાવે શેર ઈશ્યુ કરવામાં આવશે. આ મેગા ઇશ્યૂમાં એલઆઈસીના કર્મચારીઓ- રિટેલ રોકાણકારોને પાંચ ટકા અને પોલિસીધારકોને છ ટકા એટલે કે પ્રતિ શેર રૂ. ૬૦ ડિસ્કાઉન્ટે શેર ઓફર કરવામાં આવશે. આ ઇશ્યૂમાં એલઆઇસીના પોલિસીધારકો માટે ૧૦ ટકા શેર રિઝર્વ રાખવામાં આવ્યા છે.

એલઆઇસીના આઇપીઓનું કુલ કદ રૂ. ૨૧,૦૦૦ કરોડ હશે. આઇપીઓ મારફતે સરકાર એલઆઇસીનો ૩.૫ ટકા જ હિસ્સો વેચશે અને જો મજબૂત પ્રતિસાદ મળ્યો તો આઈપીઓમાં ઓફર ફોર સેલ ૫% સુધી વધારી શકે છે. આ મેગા ઇશ્યૂમાં મિનિમમ એલોટમેન્ટ સાઈઝ ૧૫ શેરની છે. રિટેલ કેટેગરીમાં એપ્લાય કરવા માટે રોકાણકારો મહત્તમ ૧૪ લોટ માટે એપ્લાય કરી શકશે એટલે કે ૨૧૦ શેર માટે બિડ કરી શકશે.