ઘણા લોકો માને છે કે સૌથી જૂના ચેપી રોગ રક્તપિત્ત એ તો ભૂતકાળનો રોગ છે, પરંતુ તેઓ જાણતા નથી કે હજી પણ તે ખૂબ જ લોકોને થઇ રહ્યો છે. તા. 29 જાન્યુઆરી 2023ના રોજ આવી રહેલા વિશ્વ રક્તપિત્ત દિવસ પ્રસંગે રક્તપિત્ત વિષે જાગૃતી લાવવા યુકે સ્થિત ચેરિટી લેપ્રાએ લોકોને ભૂલાઇ ગયેલા રોગ વિશે જાગૃતિ લાવવામાં મદદ કરવા માટે સકારાત્મક પગલાં લેવા વિનંતી કરી છે.
સમગ્ર માનવજાતમાં ભયંકર પરિણામો લાવનાર અને હજારો વર્ષોમાં ભયંકર કુખ્યાતિ મેળવનાર રક્તપિત્ત યુરોપમાં મોટાભાગે ભૂલાઇ ગયો છે. પરંતુ હજુ વિશ્વના લાખો સંવેદનશીલ લોકો તેના કારણે આજીવન અપંગતા અને ભેદભાવનો ભોગ બને છે. દર વર્ષે, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા રક્તપિત્તના આશરે 200,000 નવા કેસો નોંધાય છે. રક્તપિત્તના લગભગ 60% કેસો તો એકલા ભારતમાં થાય છે અને લાખો લોકો તેની વેદનાઓ સાથે વિશ્વભરમાં રહે છે.
રક્તપિત્તની કોઈ રસી નથી તથા તે કઇ રીતે ફેલીય છે કે તેના ચેપની પુષ્ટિ કરવા માટે કોઈ સરળ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ નથી. શરીરમાં તેનો ઇન્ક્યુબેશન પીરીયડ 5 થી 20 વર્ષ વચ્ચેનો હોઈ શકે છે. પરંતુ રક્તપિત્ત સંપૂર્ણપણે સાધ્ય છે.
1980ના દાયકાથી, લાખો લોકોએ મફત અને ઉપલબ્ધ ગેમ-ચેન્જિંગ મલ્ટિડ્રગ થેરાપી લીધી છે જે શરીરમાં રહેલા રક્તપિત્તના બેક્ટેરિયાને મારી નાખે છે. કેસોનું વહેલું નિદાન કરી લોકોનો ઝડપથી ઈલાજ કરી તેમની આજીવન વિકલાંગતા વિકસાવવાની શક્યતાને ઘટાડવાનો ઇરાદો છે.
યુકે સ્થિત ચેરિટી, લેપ્રા 99 વર્ષથી રક્તપિત્તની સારવાર, સંભાળ, સહાય અને સંશોધનમાં મોખરે છે અને અત્યંત જટિલ રોગ અંગે મહત્વની સમજ મેળવી છે. 2023માં, લેપ્રા તેની નવીન, વ્યક્તિ-કેન્દ્રિત સારવાર અને સંશોધન કાર્યક્રમોને ભારત અને બાંગ્લાદેશમાં અલગ અને મુશ્કેલ સમુદાયોમાં ચલાવી રહ્યું છે. રક્તપિત્તથી પ્રભાવિત લોકોના સ્વાસ્થ્યને ટેકો આપવા ઉપરાંત લેપ્રા રોગની સામાજિક અને મનોવૈજ્ઞાનિક અસરોને પણ સમર્થન આપે છે અને પાયાના આરોગ્ય કાર્યકરોને તાલીમ આપી રોગ વિષેની દંતકથાઓને દૂર કરવા જાગૃતિ ફેલાવે છે.
તમે પણ લેપ્રાને ‘શાઇન અ લાઈટ ઓન લેપ્રસી’માં મદદ કરી શકો છો. 2030 સુધીમાં રક્તપિત્તના સંક્રમણને સમાપ્ત કરવાનું WHOનું લક્ષ્ય છે. વઘુ માહિતી જુઓ: www.lepra.org.uk/get-involved/world-leprosy-day-pledge