18 સપ્ટેમ્બરથી વ્હોટ્સએપ અને ટ્વિટર પર ફરતા એક વીડિયોમાં લંડનના એક હિંદુ મંદિરની બહાર ઉભા રહેલા એક કોચને બતાવી દાવો કરાયો હતો કે આ કોચ હમણાં જ લેસ્ટરથી પાછો ફર્યો છે. બીજા દિવસે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલા એક વિડિયોમાં કોચ કંપનીના માલિકે કહ્યું હતું કે “આ માટે ઘણા લોકો મને ફોન કરી ધમકી આપી રહ્યા છે અને કારણ વગર મારી સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે.”

તેમણે જણાવ્યું હતું કે છેલ્લા બે મહિનામાં તેમની કંપનીના કોઈ પણ કોચે લેસ્ટરની મુસાફરી કરી ન હતી. આ માટે તેમણે બસના જીપીએસ ટ્રેકર પુરાવા આપ્યા હતા.

સોમવાર 19 સપ્ટેમ્બરે બર્મિંગહામમાં આગ લાગવાના બનાવ અંગે પણ ખોટી અફવાઓ ફેલાવાઇ હતી.

LEAVE A REPLY