લેસ્ટર શહેરમાં કેટલાક મુસ્લિમો અને હિંદુઓને સંડોવતી તાજેતરની અથડામણોની તપાસ પછી, યુકે સ્થિત થિંક ટેન્ક – હેનરી જેક્સન સોસાયટીએ હિંસક અથડામણોમાં RSS અને હિંદુત્વવાદી જૂથોએ ભાગ ભજવ્યો ન હોવાનું જણાવ્યું છે. આ તોફાનોને પગલે હિંદુ સમુદાયને નફરત કરવા સહિત મંદિરો સામે દેખાવો કરવા અને તોડફોડ કરવાના બનાવો બન્યા હતા.
હેનરી જેક્સન સોસાયટીના રિસર્ચ ફેલો શાર્લોટ લિટલવુડે મુસ્લિમ અને હિંદુ નિવાસીઓ સાથે મુલાકાત કરીને, સોશિયલ મીડિયાના પુરાવા, વીડિયો પુરાવા, પોલીસ અહેવાલો અને નિવેદનોનું સંકલન કર્યા પછી આ નિષ્કર્ષ કાઢ્યો હતો. તે સમયે અખબારી અહેવાલોથી વિપરીત, લિટલવુડે જણાવ્યું હતું કે તપાસમાં હિંદુત્વ જૂથો લેસ્ટરમાં કાર્યરત જોવા મળ્યા ન હતા. યુકેમાં સક્રિય આરએસએસ અને હિંદુત્વ વાદી સંગઠનો પરના ખોટા આરોપોએ વ્યાપક હિંદુ સમુદાયને નફરત, તોડફોડ અને હુમલાના જોખમમાં મૂક્યો છે.