લેસ્ટર સ્થિત ફેડરેશન ઑફ મુસ્લિમ ઓર્ગેનાઈઝેશનના સુલેમાન નાગદીએ બીબીસીને કહ્યું હતું કે “અમે જે શેરીઓમાં જોયું છે તે ખૂબ જ ચિંતાજનક છે. ભારત અને પાકિસ્તાન ક્રિકેટ મેચ બાદથી સમુદાયમાં સમસ્યાઓ છે અને જ્યારે આ રમત ઘણીવાર લોકોને ભેગા કરીને ઉત્તેજિત કરે છે, તેવું ભૂતકાળમાં આટલું કદરૂપું બન્યું નથી. આપણે શાંતિની જરૂર છે. અવ્યવસ્થા બંધ થવી જ જોઇએ. કેટલાક ખૂબ જ અસંતુષ્ટ યુવાનો છે જે બધુ પાયમાલ કરી રહ્યા છે. આપણે સંદેશો પહોંચાડવાની જરૂર છે કે આનો અંત આવવો જોઈએ અને માતાપિતા અને દાદા દાદીએ તેમના પુત્રો સાથે વાત કરીને આમ કરવાનો પ્રયાસ કરવો જોઇએ.”