કોમ્યુનિટી એક્ટિવિસ્ટ અને યુ-ટ્યુબર માજિદ ફ્રીમેને 13 સપ્ટેમ્બરના રોજ એક મુસ્લિમ કિશોરીનું 3 હિન્દુઓએ અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો તેવી અફવા ટ્વીટર પર ફેલાવતા તોફાનો વધુ વકર્યા હતા. આ પોસ્ટને ટ્વિટર પર સેંકડો લાઇક્સ મળ્યાં હતાં અને તેને ઢગલેબંધ લોકો દ્વારા રીટ્વીટ પણ કરાઇ હતી. તેણે પોલીસનો એક સંદેશ પણ શેર કર્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે “ગઈકાલે [12 સપ્ટેમ્બર] બનેલી ઘટનાની પોલીસ પુષ્ટિ કરે છે”.
પરંતુ આઘાતજનક વાત એ હતી કે કિશોરીના અપહરણનો કોઈ પ્રયાસ થયો જ ન હતો. ટ્વિટના એક દિવસ પછી, લેસ્ટર પોલીસે તપાસ કર્યા પછી નિવેદન બહાર પાડી જણાવ્યું હતું કે આવી કોઇ ઘટના બની ન હતી. તે પછી માજિદ ફ્રીમેને તેની પોસ્ટ્સ કાઢી નાખી હતી. પરંતુ તે પહેલા ઘણું મોડુ થઇ ગયું હતું.