લેસ્ટરમાં થયેલી તાજેતરની અશાંતિનાં કારણો જાણવા અને ભવિષ્યમાં તેમ થતું અટકાવવા માટે શું કરી શકાય તે શોધવા સ્વતંત્ર સમીક્ષા હાથ ધરવામાં આવશે એમ શહેરના મેયર સર પીટર સોલ્સબીએ જણાવ્યું છે. જો કે, આ સમિક્ષાની દેખરેખ રાખવા માટે હજુ સુધી કોઈ નિમણૂક કરવામાં આવી નથી.
બુધવારે સાંજે યોજાયેલી “રચનાત્મક” બેઠકમાં સમુદાયના નેતાઓ, કાઉન્સિલરો અને સ્થાનિક પોલીસ સમીક્ષા પર સંમત થયા હતા.
સોલ્સબીએ જણાવ્યું હતું કે “મારો હેતુ ઘટનાઓની સમીક્ષા કરવાનો છે, અને અમે બધા – કાઉન્સિલ, પોલીસ અને સમુદાયો તેમાંથી કેવી રીતે શીખી શકીએ અને અમે સ્થાનિક સ્તરે શું કરી શકીએ તે અંગે કેટલાક સ્વતંત્ર વિચારો મેળવવાનો છે.‘’