કેટલાક લોકો બે કોમ વચ્ચેની હિંસાને 28 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ સાથે જોડી છે, પરંતુ ખરેખર બન્ને કરોમો વચ્ચેનો તણાવ મહિનાઓથી ચાલી રહ્યો હતો.
છેક મે મહિનાથી અત્યાર સુધીમાં યુવાન મુસ્લિમ પુરુષો પર ઓછામાં ઓછા ત્રણ હુમલા થયા હોવાનું મનાય છે. જેની લેસ્ટર પોલીસ તપાસ કરી રહી છે. તો બીજી તરફ એક ધાર્મિક તહેવારની ઉજવણી દરમિયાન હિંદુ પરિવારની મિલ્કતને નુકશાન કરવાના બનાવનો પણ સમાવેશ થાય છે.
સ્થાનિક સાંસદ ક્લાઉડિયા વેબે અન્ય હુમલાઓ, ધાકધમકી અને મિલકતને નુકશાન કરવાના બનાવો સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં થયા હતા. જો કે પોલીસે ભારપૂર્વક જણાવ્યું હતું કે તપાસ ચાલુ છે અને તે કથિત અપરાધીઓના ધાર્મિક જોડાણ પર ટિપ્પણી કરવામાં અસમર્થ છે.
લેસ્ટરની અથડામણોએ આંતરરાષ્ટ્રીય પરિમાણ લીધું હતું અને ભારતીય હાઈ કમિશને અને પાકિસ્તાન હાઈ કમિશને નિવેદનો જારી કરી અનુક્રમે હિંદુ અને મુસ્લિમ સમુદાયો વિરુદ્ધ હિંસાની નિંદા કરી યુકેના સત્તાવાળાઓ સમક્ષ તણાવને શાંત કરવા પગલાં લેવાની માંગ કરી હતી.