The violent clashes in Leicester were blamed on Modi's Bharatiya Janata Party

લેસ્ટરમાં થયેલા હિન્દુ મુસ્લિમો વચ્ચેની તાજેતરની અશાંતિની સમીક્ષાનો શહેરના હિન્દુ સમુદાય દ્વારા વિરોધ કરી બહિષ્કાર કરવામાં આવ્યો છે. મુખ્યત્વે મુસ્લિમ અને હિન્દુ સમુદાયના યુવાનોને સંડોવતા તણાવને પગલે સપ્ટેમ્બરમાં મોટા પાયે અવ્યવસ્થા ફાટી નીકળી હતી.

ગત બુધવારે, હેટ ક્રાઇમ નિષ્ણાત ડૉ. ક્રિસ એલન દ્વારા સમીક્ષા શરૂ કરવામાં આવી હતી. પરંતુ હિંદુ અને જૈન મંદિરોનું પ્રતિનિધિત્વ કરતા એક જૂથે કહ્યું કે તેઓ તેમાં ભાગ લેશે નહીં. કારણ કે તેમને લાગ્યું હતું કે ડો. એલનની અગાઉની ટિપ્પણીઓ તેમની નિષ્પક્ષતાને નબળી પાડે છે. બીજી તરફ રિવ્યુ હેડ ડૉ. ક્રિસ એલને કહ્યું હતું કે તેઓ કોઈ પણ જૂથને ‘રાજી’ કરવા માટે કામ નહિં કરે.

ભારત સરકારે હિંદુઓને વધુ સારી રીતે સુરક્ષિત રાખવાની હાકલ કરતા આ અવ્યવસ્થાએ આંતરરાષ્ટ્રીય ધ્યાન ખેંચ્યું હતું, જ્યારે પાકિસ્તાન સરકારે કહ્યું હતું કે મુસ્લિમોને વધુ સુરક્ષાની જરૂર છે.

સમીક્ષાને સત્તાવાર ખુલ્લી મુકતા લેસ્ટરના મેયર સર પીટર સોલ્સબીએ તેની સ્વતંત્ર તપાસ પર ભાર મૂકતા કહ્યું કે તેઓ આવતા વર્ષની શરૂઆતમાં નિષ્કર્ષની અપેક્ષા રાખે છે. જોકે, હવે જાહેરાતના સમય અને ડૉ. એલનની નિમણૂક સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે.

લેસ્ટરમાં હિંદુ અને જૈન મંદિરોના પ્રવક્તા સંજીવ પટેલે યુનિવર્સિટી ઓફ લેસ્ટરના ડૉ. એલનની ટિપ્પણીઓ તરફ ધ્યાન દોરી કહ્યું હતું કે ‘’લેસ્ટરમાં મુસ્લિમ વિસ્તારમાં હિંદુ પુરુષો દ્વારા કૂચ કરવાના ડૉ. એલનના વર્ણનમાં સંતુલનનો અભાવ હતો અને ઇસ્લામોફોબિયાનો અભ્યાસ કરતી તેમની પૃષ્ઠભૂમિ સાથે સંકળાયેલા હોવાથી તેમને અયોગ્ય બનાવ્યા હતા. અહીં હિન્દુફોબિયા વિશે કોઈ બોલતું નથી. તે હકીકત છે કે તેમણે ચુકાદો આપી હકીકતને અવગણી છે. અહીં કોઈ ઇસ્લામિક પ્રભાવ કે ઇસ્લામિક વિચારધારા નથી તેમ તેઓ કહી ચૂક્યા છે. અમે જે પક્ષો પાસેથી ન્યાયી અને સ્વતંત્ર સમીક્ષા માંગીએ છીએ તેમને બંને બાજુના સ્થાનિક સમુદાયોમાં કોઈ રસ નથી.”

હિન્દુ નવા વર્ષ દરમિયાન જાહેરાત કરવા સહિત હિન્દુ સમુદાયની લાગણીઓને “સતત અવગણના” કરવા બદલ સર પીટરની પણ ટીકા કરવામાં આવી હતી.

સિટી કાઉન્સિલના પ્રવક્તાએ કહ્યું: “અમને યુનિવર્સિટી ઓફ લેસ્ટર અને ડૉ. ક્રિસ એલન અને તેમની ટીમની સ્વતંત્રતા, નિષ્પક્ષતા અને કુશળતામાં સંપૂર્ણ વિશ્વાસ છે અને જ્યારે તે પૂર્ણ થશે ત્યારે અમે અહેવાલ પ્રાપ્ત કરવાની રાહ જોઈ રહ્યા છીએ.”

લેસ્ટરશાયર ફેડરેશન ઓફ મુસ્લિમ ઓર્ગેનાઈઝેશનના સેક્રેટરી યાસ્મીન સુરતીએ જણાવ્યું હતું કે ડો એલનને મળતા પહેલા પ્રક્રિયા છોડી દેવી મૂર્ખાઈ છે.

LEAVE A REPLY