લેસ્ટર પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “અમે લેસ્ટરમાં હિંસા, અવ્યવસ્થા અથવા ધાકધમકી સહન કરીશું નહીં. અમે શાંત અને સંવાદનું આહ્વાન કરવાનું ચાલુ રાખીએ છીએ. અમારી પોલીસ કામગીરી અને તપાસ સખતાઈ અને પાયા પર ચાલુ રહે છે. શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે પોલીસ ‘ડિસ્પર્સ, સ્ટોપ એન્ડ સર્ચ’ પાવરનો ઉપયોગ કરી રહી છે. શનિવારની સાંજે થયેલી અથડામણ બાદ પોલીસ અધિકારીઓ શહેરના નોર્થ એવિંગ્ટન વિસ્તારમાં રવિવારે બપોરે યુવાનોનું જૂથ એકત્ર થયું હોવાની જાણ થતાં જ દોડી ગયા હતા અને તેમની સાથે વાત કરી સમુદાયોને નુકસાન અને ખલેલ ઘટાડવા માટે અસ્થાયી પોલીસ કોર્ડન મૂકવા સહિતના પગલાં લીધા હતા.’’
‘’લેસ્ટરના મેલ્ટન રોડ પર એક ધાર્મિક ઇમારતની બહાર એક વ્યક્તિ ધ્વજ નીચે ખેંચી ધ્વજને ફાડી નાખવામાં આવ્યો હોવાનું દર્શાવતો વીડિયો સોશ્યલ મિડીયા પર વાઇરલ થયો હતો જેની તપાસ કરવામાં આવશે.’’