લેસ્ટરની મેલબોર્ન સ્ટ્રીટ, હાઈફિલ્ડ્સમાંથી છરાના સાત ઘા સાથે ગંભીર હાલતમાં મળી આવેલા અબ્દિરાહિમ મોહમ્મદની હત્યા કરવા માટે રિઝવાન ગુલ, મોહમ્મદ હંસરોદ, ઈસરાફીલ ગુલ અને ઝાકિર બ્રાન્ટને લેસ્ટર ક્રાઉન કોર્ટમાં ટ્રાયલ બાદ દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
અબ્દિરાહિમનું બીજા દિવસે, ગુરુવાર, સપ્ટેમ્બર 9ની વહેલી સવારે હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. લેસ્ટર પોલીસની તપાસમાં જણાયું હતું કે અબ્દિરાહિમ પર હુમલો કરાયો ત્યારે સંખ્યાબંધ માણસોએ આઉડી કારમાંથી કૂદીને તેનો પીછો કર્યો હતો. અન્ય સાથી પ્રતિવાદીઓ ડેનિયલ પોલાર્ડ અને ભાવિક પરમાર હત્યાકાંડ માટે દોષિત ઠર્યા હતા. તો ફહાદ અલી સલીમ આ ઘટનાના સંબંધમાં ગુનેગારને મદદ કરવા બદલ દોષિત ઠર્યા હતા. અન્ય આરોપી મુહમ્મદ ફિરોઝ ખાને, અગાઉ ગુનેગારને મદદ કરવા બદલ દોષી કબૂલ્યું હતું. અબ્દુલ સુલેમાન, એડમ બ્રાન્ટ અને ખતીબ ગુલને દોષિત જાહેર કરાયા ન હતા.