લેસ્ટરમાં કપડાના ઉત્પાદકોનું નેટવર્ક મની લોન્ડરિંગ અને VAT કૌભાંડમાં સામેલ હોવાનું બીબીસીની તપાસમાં જાણવા મળ્યું છે. આ તમામ કંપનીઓ શહેરના ગાર્મેન્ટ ડિસ્ટ્રીક્ટમાં આવેલી છે. તેમાં સામેલ કેટલીક કંપનીઓએ બૂહૂ સહિત ફાસ્ટ ફેશન બ્રાન્ડ્સને કપડા સપ્લાય કરે છે. બુહુએ બીબીસીને કહ્યું હતું કે ‘’તે કાયદાની બહાર કામ કરતા કોઈપણ સાથે જાણી જોઈને વ્યવસાય નહીં કરે.’’
બીબીસી રેડિયો 4ની ફાઇલ 4 દ્વારા કરાયેલી તપાસમાં જાહેર થયેલી કંપનીઓમાંથી એક સાથે બૂહુના સંબંધ સમાપ્ત થઈ ગયા છે. કપડાના બે હોલસેલરના બોસ વચ્ચેના વિવાદ સાથે સંકળાયેલા એક સિવિલ કોર્ટ કેસને પગલે આ પ્રવૃત્તિ પ્રકાશમાં આવી હતી.
બીબીસીના અહેવાલ મુજબ લેસ્ટર સ્થિત કંપનીના ડિરેક્ટર રોસ્તમ નાગરા પર વ્યવસાયિક સહયોગી કંપનીની તમામ સંપત્તિને પોતાની કંપની રોક્કો ફેશન લિમિટેડમાં સ્થાનાંતરિત કરવાનો આરોપ મૂકાયો હતો. નાગરાએ તેના સૌથી મોટા ગ્રાહક – સિલેક્શન ફેશન સાથેના સંબંધોને પણ સંભાળી લીધા હોવાનો દાવો કરાયો છે. જેની યુકેમાં લગભગ 170 દુકાનો છે.
આ કેસમાં નાગરાના વ્યવસાયિક રેકોર્ડની તપાસ કરવામાં આવી હતી જે તેમણે “કેશ બુક”માં નોંધ્યું હતું. જેને તેઓ સામાન્ય રીતે પોતાની સાથે રાખતા હતા, જેમાં કાગળીયામાં હસ્તલિખિત કોડેડ નોંધ રખાતી હતી. જે કંપનીની સત્તાવાર એકાઉન્ટિંગ સિસ્ટમથી અલગ રાખવામાં આવી હતી.
આ વાત ઑક્ટોબર 2014માં બહાર આવી હતી. તેણે લેસ્ટરના સરનામાંવાળી કંપનીઓના નેટવર્ક સાથે જોડતી એક અપ્રમાણિક યોજનાના ભાગ રૂપે ખોટા ઇન્વોઇસીસ તૈયાર કરવાની ગોઠવણ કરી હતી. તેમાંની મોટા ભાગની “શેલ” કંપનીઓ હતી જે ફક્ત કપડા સપ્લાયર્સ હોવાનો ઢોંગ કરે છે. તે અંતર્ગત ઉંચા ભાવના ખોટા ઓર્ડર અપાતા હતા અને તેમાં VAT પણ ઉમેરવામાં વતી હતી. તે ઓર્ડર પેટે મળનારી રોકડ રકમ બેન્કમાંથી ઉપાડી લઇ છેતરપીંડી કરવામાં આવતી હતી. બોગસ કંપવનીઓ VAT ચૂકવ્યા વગર બંધ કરી દેવાતી હતી.
સિવિલ કેસમાં જજે તારણ કાઢ્યું હતું કે નાગરાએ “લાંબા ગાળા દરમિયાન” પોતાના ફાયદા માટે રોકડ ઉઘરાવવા છેતરપિંડીની યોજના ચલાવી હતી અને “ખૂબ જ નોંધપાત્ર રકમ” તેમાં સામેલ હતી. જ્યારે બીબીસી દ્વારા સામનો કરવામાં આવ્યો ત્યારે નાગરાએ છેતરપિંડીમાં સામેલ થવાનો ઇનકાર કર્યો હતો. સિલેક્ટ ફેશને બીબીસીની ટિપ્પણી માટેની વિનંતીઓનો જવાબ આપ્યો ન હતો, તેમ છતાં કોઈ સૂચન નથી કે તેઓ તેમની સપ્લાય ચેઇનમાં છેતરપિંડી અંગે જાગૃત હતા.
લેસ્ટરના કાપડ ઉદ્યોગના અંદરના સુત્રોએ બીબીસીને જણાવ્યું હતું કે સસ્તા કપડાંની માંગ શહેરમાં કપટી પ્રવૃત્તિને વેગ આપી રહી છે. રિટેલરો દ્વારા માંગવામાં આવતા નીચા ભાવોથી ફેક્ટરીઓ નફો મેળવવામાં અસમર્થ હોવાને કારણે, ઘણા સપ્લાયર્સ VATની છેતરપિંડી તરફ વળ્યા હતા.
બીબીસીએ નગરા સાથે સંકળાયેલા કોર્ટ કેસમાં ઉલ્લેખિત અન્ય બે કંપનીઓ પૈકી ટી એન્ડ એસ ફેશન્સ લિમિટેડની તપાસ કરી હતી. જે નગરાને વસ્ત્રો માટે સરેરાશ કિંમતો કરતાં વધુ વળતર આપે છે. તે કંપની અઠવાડિયામાં 30,000 વસ્ત્રો બનાવવાની ક્ષમતા ધરાવતી હતી. તેનો સૌથી મોટો ગ્રાહક બૂહૂ હતી, જે તેની સાથે બીજી કંપની દ્વારા વ્યવહાર કરતી હતી.
બૂહુએ શરૂઆતમાં કહ્યું હતું કે ટી એન્ડ એસ ફેશન્સ સીધી કે આડકતરી સપ્લાયર નથી પરંતુ જ્યારે બીબીસીએ તેને અન્ય કંપનીનું નામ કહ્યું ત્યારે તેમણે પુષ્ટિ કરી હતી કે તેમણે તેની સાથે વ્યવસાય કર્યો છે. બૂહૂએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ કામ ચાલી રહ્યું છે અને એકવાર તે પૂર્ણ થઈ ગયા પછી અમે અમારા બધા યુકે સપ્લાયર્સની સૂચિ પ્રકાશિત કરીશું. બીજી એક કંપની એચકેએમ ટ્રેડિંગ લિમિટેડના ડિરેક્ટર હસન મલિક નગરા સાથે “કેશ લોન્ડરિંગ ટ્રાન્ઝેક્શન”માં દાખલ થયા હોવાના આરોપ છે.
પબ્લિક એકાઉન્ટ કમિટીના અધ્યક્ષ મેગ હિલિયરે જણાવ્યું હતું કે બીબીસી દ્વારા જાહેર કરવામાં આવેલી કપટપૂર્ણ પ્રવૃત્તિ “આઇસબર્ગની ટોચ” હોવાનું જણાય છે અને તેમાં સમાવિષ્ટ રકમ ગુમાવેલ કરની આવકમાં “કરોડો પાઉન્ડ” રજૂ કરી શકે છે. “એચએમઆરસી પાસે ખરેખર આ તરફ ધ્યાન આપવું પડ્યું. ”
એચએમ રેવન્યુ અને કસ્ટમ્સે કહ્યું હતું કે તે ચોક્કસ વ્યક્તિઓ અથવા વ્યવસાયો પર ટિપ્પણી કરવામાં અસમર્થ છે.