પબ્લિક હેલ્થ એક્સપર્ટની સમીક્ષા બાદ લેસ્ટર શહેરની બહારના વિસ્તારો અને બરો ઑફ ઓડબી અને વિગસ્ટન 18 જુલાઇથી ઇંગ્લેન્ડના નેશનલ લોકડાઉન પ્રતિબંધો સાથે જોડાશે. જ્યારે લેસ્ટર શહેરના સુરક્ષિત ક્ષેત્રો ઑડબી અને વિગસ્ટનના બરોમાં કે જ્યાં વાયરસનો વ્યાપ વધારે છે ત્યાં કેટલાક પ્રતિબંધો ચાલુ રહેશે. જો કે, તા. 24 જુલાઈથી કેટલાક પ્રતિબંધો હટાવવામાં આવશે.
100,000 લોકો દીઠ 7 દિવસનો ચેપનો દર અને પોઝીટીવ ટેસ્ટ ધરાવતા લોકોની ટકાવારી બંનેમાં ઘટાડો થયો છે. જોકે નબળુ આરોગ્ય ધરાવતા લોકો અને ઉંમરલાયક વૃધ્ધોને સુરક્ષીત રહેવા અપીલ કરવામાં આવી છે.
હેલ્થ એન્ડ સોશ્યલ સેક્રેટરી મેટ હેનકોકે જણાવ્યું હતું કે “મને ખબર છે કે પાછલા બે અઠવાડિયા લેસ્ટર અને આસપાસના લોકો માટે મુશ્કેલ હતા. ખાસ કરીને જેઓ ઘણા અઠવાડિયાથી સુરક્ષામાં ઘરે રહેતા લોકો માટે. અમે હજી સુધી તમામ નિયંત્રણો હટાવવાની સ્થિતીમાં નથી. અમે લેસ્ટર શહેરની બહારના વિસ્તારો અને ઑડબી અને વિગસ્ટન બરોને નેશનલ ગાઇડલાઇન સાથે થોડીક છૂટછાટ આપી છે. હું તમારા બધા સાથે સીધો રહેવાનો નિર્ધાર કરું છું. ડેટા બતાવશે કે બધુ સલામત છે કે તરત જ અમે પ્રતિબંધોને સરળ કરીશું. હું પબ્લિક હેલ્થની સલાહને અનુસરીને અને આ રોગચાળાને ગંભીરતાથી લેવા માટે લેસ્ટરના દરેકને આભાર માનું છું, વાયરસને દૂર રાખવાનો આ એક સ્થાનિક પ્રયાસ છે.”
બીમારીનો દર હજી પણ રાષ્ટ્રીય સરેરાશથી ઉપર છે. ટેસ્ટીંગ અને ટ્રેસિંગના કારણે હવે 18 જુલાઇ અને 24 જુલાઇથી આ ફેરફારો કરવા માટે પૂરતો ટેકો છે.
આ સમીક્ષા બાદ, બિનજરૂરી દુકાનો લેસ્ટર વિસ્તારમાં 18 મી જુલાઈથી ફરી શરૂ થઈ શકે છે અને લેસ્ટર સિટીના સુરક્ષિત ક્ષેત્રો અને ઓડબી અને વિગસ્ટનમાં તા. 24 જુલાઇએ ફરી ખુલશે. તા. 18 જુલાઇથી, લેસ્ટર સિટીના સુરક્ષિત વિસ્તારની બહારના વિસ્તારો અને ઑડબી અને વિગસ્ટન બરોના બાર્સ, રેસ્ટૉરન્ટ્સ અને હેરડ્રેસર ખુલી શકે છે.