તાત્કાલિક સુધારણાની જરૂર છે એવા લેસ્ટરના સૌથી ખરાબ ફૂડ હાઈજીન રેટિંગ ધરાવતા પબ, ટેકવે અને રેસ્ટોરન્ટ્સનો પર્દાફાશ કરાયો છે. કેટલાક સ્થળોનું ફૂડ હાઈજીન રેટિંગતો માત્ર 1 અથવા 0નું છે.
સ્થાનિક સત્તાધિકારી દ્વારા આપવામાં આવતા ફૂડ હાઈજીન રેટિંગના આધારે લોકો જે તે સ્થળે જમવા માટે કે શોપીંગ કરવા માટે જવું કે નહિં તે નક્કી કરતા હોય છે. પરંતુ કમનસીબે લેસ્ટરમાં કેટલાક પબ, ટેકઅવે અને રેસ્ટોરન્ટ્સ એવા છે જેમણે ફૂડ હાઈજીન રેટિંગના સ્કેલમાં ખૂબ જ ખરાબ સ્કોર કર્યો છે.
બુધવાર, 30 માર્ચના રોજ ફૂડ સ્ટાન્ડર્ડ એજન્સીની વેબસાઇટ અનુસાર એક અથવા શૂન્ય સ્કોર કર્યો હોય તેવા પબ, ટેકઅવે અને રેસ્ટોરન્ટ્સમાં ચેન્નાઈ ડોસા, 39 મેલ્ટન રોડસ; ચિકન લિકેન, 109 મેલ્ટન રોડ અને ડોનર એક્સપ્રેસ, 210 ગ્રીન લેન રોડનો સમાવેશ થાય છે. જેમણે તાત્કાલિક સુધારણા કરવી જરૂરી છે.
જ્યારે 1 ક્રમનું રેટિંગ ધરાવતા લેસ્ટરના સ્થાનોમાં બેસ્ટ ફૂડ્સ, 265 મેલ્ટન રોડ; કોકો બાય અલી, 18 માર્કેટ સ્ટ્રીટ; કન્ટ્રી ફેયર ફૂડ્સ, સ્ટોલ 6 લેસ્ટર માર્કેટ ફૂડ હોલ; કરિયાઝા, ન્યૂ રોડ ઇન 201, વેલફર્ડ રોડ; ડોન કાર્લોઝ, ગ્રાઉન્ડ ફ્લોર 192A એવિંગ્ટન રોડ; ઇસ્ટ આફ્રિકા કાફે, 115 વ્હાર્ફ સ્ટ્રીટ નોર્થ; ક્રેસ્ની સુપરમાર્કેટ, 126 એવિંગ્ટન રોડ; લેસ્ટર સ્વીટ એન્ડ બેકરી, 24 – 26 હમ્બરસ્ટોન રોડ; નીલકંઠ પાન, 2 ક્રોસ સ્ટ્રીટ; પોપટ્સ કેશ એન્ડ કેરી, 136 હેરિસન રોડ; રેડ લેન્ટર્ન, 16 હાઈફિલ્ડ સ્ટ્રીટ; રીગલ ચિકન, 37 મેલ્ટન રોડ; શાહી નાન કબાબ, 301 સેન્ટ સેવિયર્સ રોડ; ટેસ્ટી ચિકન અને પિઝા, ગ્રાઉન્ડ ફ્લોર 192 એવિંગ્ટન રોડ; યારા રેસ્ટોરન્ટ, 97 હમ્બરસ્ટોન ગેટનો સમવેશ થાય છે.