લેસ્ટર શહેર અને લેસ્ટરશાયર કાઉન્ટીમાં કોરોનાવાયરસના કેસો ઘટી રહ્યા છે અને છેલ્લા 24 કલાકમાં ફક્ત 16 નવા કોરોનાવાયરસ કેસો બહાર આવ્યા હતા. લેસ્ટરમાં ક્યુમ્યુલેટીવ કેસો કુલ 11થી વધીને 5,713 થયા છે, પરંતુ શહેરના સાત દિવસના સરેરાશ કેસો માર્ચ માસની સપાટીએ આવી ગયા છે.
એનએચએસ ડેટા મુજબ શહેરના છેલ્લા સાત દિવસનો ચેપનો દર ગત સપ્તાહના 42.2થી ઘટીને હવે 100,000 લોકો દીઠ 23.6 કેસનો થઇ ગયો છે. તા. 28ને શુક્રવારે એવી ઘોષણા કરવામાં આવી હતી કે મિત્રો અને પરિવારોને મકાનની અંદર અથવા ખાનગી બગીચાઓમાં મળવા પર રોક લગાવતા સ્થાનિક લોકડાઉન પ્રતિબંધો ઓછામાં ઓછા તા. 11 સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે અને તે પછી સરકાર બીજી સમીક્ષા કરશે.
છેલ્લા 24 કલાકમાં ફક્ત 2 કાઉન્ટી વિસ્તારોમાં નવા કેસની સંખ્યામાં વધારો થયો છે. હાર્બરોમાં ચાર અને નોર્થ વેસ્ટ લેસ્ટરશાયરમાં બે નવા કેસ નોંધાયા છે. જ્યારે બ્લેબી, ચાર્નવૂડ, હિંકલી એન્ડ બોસવર્થ, મેલ્ટન એન્ડ ઑડબી અને વિગસ્ટનમાં કોઈ નવા કેસ મળ્યાં નથી.
લેસ્ટરમાં પ્રતિબંધો બીજા 2 અઠવાડિયા સુધી લાગુ રહેશે તેવી જાહેરાત કરાયા બાદ કેસનો દર ફરીથી ઘટ્યો છે. તા. 31 ઑગસ્ટ સોમવારે સાંજે 4 વાગ્યે અપડેટ કરાયેલા આંકડા નીચે મુજબ છે.
શહેર | કુલ કેસ | દર એક લાખે કેસ |
લેસ્ટર 5,724 | 5,724 | 1615 |
બ્લેબી | 574 | 565.4 |
ચાર્નવુડ | 915 | 492.3 |
હાર્બરો | 429 | 457 |
હિંકલી એન્ડ બોસવર્થ | 595 | 525.9 |
મેલ્ટન | 220 | 429.6 |
નોર્થ વેસ્ટ લેસ્ટરશાયર | 349 | 336 |
ઑડબી અને વિગસ્ટન | 547 | 959.4 |