ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં શહેરમાં હિંદુ અને મુસ્લિમ યુવાનો સાથે સંકળાયેલી અશાંતિને પગલે કોમી અથડામણો, હિંસા અટકાવવા અને હાલમાં ઉપલબ્ધ ન હોય તેવા રક્ષણનું સ્તર આપવા માટે ઇસ્ટ લેસ્ટરમાં દસ નવા CCTV કેમેરા સ્થાપિત કરવામાં આવશે.
પોલીસ અને ક્રાઈમ કમિશનર (PCC) રુપર્ટ મેથ્યુઝે જણાવ્યું હતું કે ‘’આ નવા CCTV કેમેરા પર £53,000નું રોકાણ કરવામાં આવશે. આ ઈલેક્ટ્રોનિક સર્વેલન્સ સિસ્ટમ “વધુ ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવશે અને ઇસ્ટ લેસ્ટરના સમુદાયો અને બિઝનેસીસને માનસિક શાંતિ આપશે.”
નવા કેમેરા માટેની સંભવિત સાઇટ્સમાં સ્પિની હિલ્સ અને નોર્થ એવિંગ્ટનની શેરીઓ અને પાર્ક્સનો સમાવેશ થાય છે.
હાલના 468 સર્વેલન્સ કેમેરામાંના પ્રત્યેકને ચલાવવા માટે વાર્ષિક સરેરાશ £1,175નો ખર્ચ થાય છે. 10 નવા કેમેરા આવ્યા પછી લેસ્ટર સિટી કાઉન્સિલને વાર્ષિક £11,750નો વધારાનો ખર્ચ ઉઠાવવો પડશે.